મારવાડી યુનિવર્ષિટી ખાતે 2 નહિ 50 વિદ્યાર્થીઓ સહિતના કોરોના સંક્રમિત :એનએસયુઆઇ 

GUJARAT Publish Date : 09 March, 2021 10:24 PM

મારવાડી યુનિવર્ષિટી ખાતે 2 નહિ 50 વિદ્યાર્થીઓ સહિતના કોરોના સંક્રમિત :એનએસયુઆઇ 

 

મારવાડી યુનિ.મા બે વિદ્યાર્થીઓ કોરાનાથી સંક્રમિત થયા હોવાની આરોગ્ય વિભાગે માહીતી આપી છે.. NSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતનુ કહેવુ છે કે યુનિ.ના વિદ્યાર્થીઓની ફરીયાદો મળી છે કે મારવાડી યુનિવર્સિટીમા 50થી વધુ વિદ્યાર્થીઓ,સ્ટાફ કોરાના પોઝીટીવ આવ્યા છે.પંરતુ મેનેજમેન્ટ આંકડા છુપાવીને વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય જોખમમા  મુકી રહ્યા છે.આજે યુનિ.મા સેમેસ્ટર-1 અને સેમેસ્ટર-6 ની ઓનલાઈન પરીક્ષાઓ પણ હતી તેમજ હોસ્ટેલની મેસમા પણ ખુબ વધુ ટ્રાફીક હતો.. જે જે વિદ્યાર્થીઓ કોરાનાથી સંક્રમિત થયા તેમની સારવારનો ખર્ચ યુનિ. મેનેજમેન્ટ આપવો જોઈએ : NSUI હજુ યુનિ. દ્રારા ઓનલાઈન પરીક્ષાઓ તેમજ શૈક્ષણિકકાર્ય યથાવત રાખ્યુ હોવાથી તે તાત્કાલિક અસરથી ઓનલાઈન કરવામા આવે તેમજ તમામ વિદ્યાર્થીઓનુ સ્ક્રીનીંગ કરી, હોસ્ટેલ હાલ પુરતી બંધ કરવાની NSUIએ માંગ કરી છે.

Related News