રાતોરાત કરોડપતિ બનવા જૂનાગઢના શખસોએ નકલી નોટ છાપવાનું કારખાનું ખોલી નાખ્યું ;પોલીસે બંનેની કરી ધરપકડ 

TOP STORIES Publish Date : 03 April, 2021 07:43 PM

રાતોરાત કરોડપતિ બનવા જૂનાગઢના શખસોએ નકલી નોટ છાપવાનું કારખાનું ખોલી નાખ્યું; પોલીસે બંનેની કરી ધરપકડ 

રાજકોટ 
 
પૈસાવાળું થવું કે ધનવાન થવું એ કોઈ ખોટી વાત નથી, પરંતુ કરોડપતિ થવા માટે રાતોરાત નકલી નોટ છાપવાનું કારખાનું નાખી દેવું એ જરૂર ખોટી વાત છે  અને આવું જ કાંઈક ક્રાઇમ કર્યું છે રાજકોટના વાવડી વિસ્તારમાં જોબવર્કનું કારખાનું ધરાવતા મૂળ જૂનાગઢના 2 પટેલ શખસોએ કારખાનામાં નોટો છાપવાનું કામ શરૂ કરી દીધું , ભારતીય ચલણીની 2 હજારના દરની નોટ, 500 રૂપિયાના દરની નોટ અને 200 રૂપિયાના દરની નકલી નોટ છાપીને રાતોરાત ધનવાન થવાનો ધંધો શરુ કરી દીધો , જોકે જેમ આગ લાગે અને ધુમાડો ઉઠવા લાગે તેમ નકલી નોટના આ કારખાનાની વાત પોલીસ સુધી પહોંચી ગઈ અને બંને શકશો પોલીસના સકંજામાં આવી ગયા, રાજકોટના વાવડી વિસ્તારમાં 2 શખસોએ 2 હજારના દરની અને 500 ના દરની નોટ સસ્તામાં આપતા હોવાની બાતમી મળી હતી જેન લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના નગીનભાઈ ડાંગર, અમિતભાઇ અગ્રાવત અને પ્રદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જોબવર્કના કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં જૂનાગઢ જિલ્લાના મેંદરડાનાં સમઢિયાળાના રહેવાસી પિયુષ બાવનજીભાઇ કોટડીયા જે હાલ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા આકાર એપાર્ટમેન્ટમાં રહે, તેની તેમજ મુકુંદ મનસુખભાઇ છત્રાળા જે માણાવદરના સરદારગઢના રહેવાસી અને હાલ રાજકોટના 80 ફૂટ રોડ  રહેવાસીને પકડવામાં આવ્યા છે , બંનેના કબજમાંથી  ઝેરોક્સના મશીન દ્વારા ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટનો જથ્થો અને તપાસ કરતા કારખાનામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને પણ પકડવામાં આવ્યો છે , પોલીસના દરોડામાં પિયુષ બાવનજીભાઇ કોટડીયા, તેમજ મુકુંદ છત્રાળા ને પકડી પાડવામાં આવ્યા છે  બંને શકશો મૂળ જૂનાગઢ ના હોવાનું તપાસમાં ખુલ્યું છે , તો બંનેના કબ્જામાંથી 2 હજારના દરની 20 નકલી નોટ, 500 રૂપિયોયના દરની 1 ચલણી નોટ, તેમજ 200 રૂપિયાના દરની 6 નંગ ચલણી નોટ કબ્જે કરી છે , તો ડુપ્લીકેટ નોટ માટેનું મટીરીયલ અને ઝેરોક્સ મશીન સાથે દારૂનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે 

Related News