1 મેથી 18 વર્ષથી ઉપરની ઉંમરના યુવાઓને પણ વેક્સીન : રૂપાણી સરકારે સજ્જ હોવાનો કર્યો દાવો 

NATIONAL NEWS Publish Date : 29 April, 2021 06:44 PM

1 મેથી 18 વર્ષથી ઉપરની ઉંમરના યુવાઓને પણ વેક્સીન : રૂપાણી સરકારે સજ્જ હોવાનો કર્યો દાવો 

 

રાજકોટ 

રાજ્યમાં 1 મેં થી 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ ને કોરોના વેક્સીન આપવાનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે અને જોરશોરથી સરકારે વેક્સીન આપવા માટે તૈયારી પુરી કરી હોવાનો દાવો કર્યો છે , વેક્સિનેશન હેઠળ સરકારી કામગીરી થઇ રહ્યાનું જણાવવામાં આવ્યું છે , તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે યુવાઓ ઝડપથી વેક્સીન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવે અને 1 મેથી રાજ્ય સરકારના વેક્સિનેશન કાર્યક્રમનો લાભ લ્યે જોકે રાજ્ય સરકારે આ માટે તૈયારી કરી છે અને માસ વેક્સિનેશન માટે 1 મેથી રેકોર્ડબ્રેક વેક્સિનેશન શરૂ કરવું તંત્રવાહકોને પણ સજ્જ કર્યા છે હવે જોવા નું છે કે સરકારી તૈયારીઓ અને રાજ્યસરકારના મેગા આયોજનને સરકારી બાબુઓ કેટલા અંશે લાગુ કરી શકે છે અને આ મેગા અભિયાનને કેટલું સફળ બનાવે છે આશા રાખીયે કે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ ને વેક્સીન આપવાનું શરુ થાય 

Related News