જુઓ ક્યાં પહોંચ્યું તૌકતે વાવાઝોડું : live અપડેટ, ગીરસોમનાથ જિલ્લામાં બંદર ઉપર 10 નમ્બરનું ભયજનક સિગ્નલ 

TOP STORIES Publish Date : 17 May, 2021 09:32 AM

જુઓ ક્યાં પહોંચ્યું તૌકતે વાવાઝોડું : live અપડેટ, ગીરસોમનાથ જિલ્લામાં બંદર ઉપર 10 નમ્બરનું ભયજનક સિગ્નલ 

https://www.windy.com

ન્યૂઝ ડેસ્ક 
 
સૌરાષ્ટ્રના દરિયા કિનારે તૌકતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને મહુવા અને પોરબંદર વચ્ચે વાવાઝોદુ ટકરાશે, અરબી સમુદ્રમાં ધીમી ગતિએ આગળ વધી રહેલું વાવાઝોડું પોરબંદર અને મહુવાની વચ્ચે વધી ત્રીવ બનશે તેવું હવામાન વિભાગના ટ્રેકિંગમાં જાણવા મળી રહ્યું છે , દીવ થી 250 કિમિ અને વેરાવળથી 290 કિમિ દૂર વાવાઝોડું આગળ વધી રહ્યું છે દર કલાકે 20 કિલોમીટરનો તેની ગતિમાં વધારો થઇ રહ્યો છે, જે ગતિએ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, તે જોતા વાવાઝોડું રાત્રીના સૌરાષ્ટ્રના કાંઠે પહોંચી જાય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે , પવનની ગતિ 155 થી 165 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ગતિએ ફૂંકાઈ શકે છે અને તેનાથી ભારે નુકસાની થવાની આશંકા વ્યક્ત વ્યક્ત કરવામાં આવી છે 
 
વેરાવળમાં 100 લોકોનું સ્થળાંતર 
 
વેરાવળમાં વાવઝોડાને પગલે 100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે , ઝુંપડા અને કાચા મકાનમાં રહેતા લોકોને સલામત રીતે તંત્ર દવારા ખસેડવામાં આવ્યા છે , સ્થાનિક સામાજિક સંસ્થાઓ દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે , એટલું જ નહિ વેરાવળ ઉપરાંત આસપાસના ગામોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં સતત તંત્ર દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે 
 
બંદરો ઉપર 10 નંબરનું ભયજનક સિગ્નલ
 
સૌરાષ્ટ્રના દરિયા કિનારે તૌકતે વાવાઝોડું ટકરાવને પગલે બંદરો ઉપર 10 નમ્બરનું ભયજનક સિગ્નલ લગાવી દેવાં આવ્યું છે, એટલું જ નહિ લોકોને દરિયા થી દૂર રહેવા માટે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા સતત માઈક દવારા અને અન્ય માધ્યમોથી લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે, માછીમારો બોટ સાથે બૅંડર ઉપર પરત આવી ચુક્યા છે અને માછીમારોની કિંમતી બોટો હાલ કિનારે લંગરી દેવાં આવી છે જેથી ચારે તરફ બોટ જ બોટ નજરે પડી રહી છે 

Related News