9 બાળકોને જન્મ : અસંભવ આ હકીકત છે જાણો ક્યાં થઇ છે આ ઘટના 

NATIONAL NEWS Publish Date : 07 May, 2021 08:27 PM

9 બાળકોને જન્મ : અસંભવ આ હકીકત છે જાણો ક્યાં થઇ છે આ ઘટના 

 
ન્યૂઝ ડેસ્ક 
તમને જાણીને આશ્ચર્ય સાથે ખુબ જ અજબ લાગે તેવી આ વાત છે જોકે આ સમાચાર બિલકુલ સાચા છે જીહા એક મહિલાએ એક સાથે એક બે ત્રણ કે પાંચ નહિ પરંતુ પુરા 9 બાળકોને જન્મ આપ્યો છે .. છે ને કમાલની આ ઘટના, આ ઘટના ઘટી છે પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાં જ્યા 25 વર્ષની હાલીમાં નામની મહિલાએ એક સાથે 9 બાળકોને જન્મ આપ્યો છે , જેમાં 5 છોકરીઓ અને 4 છોકરા છે તમામ બાળકોની તબિયત સ્વસ્થ છે અને તેને હોસ્પિટલના ઓબ્જર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે એટલું જ નહિ મહિલા પણ સ્વસ્થ છે આટલી મોટી ડીલેવરી પછી, આ મહિલાની ખાસ સુરક્ષા અને તેની તબિયત સ્વસ્થ રહે તે માટે સરકારે ખાસ વ્યવસ્થાઓ કરી છે , હમિલના પતિનું નામ કાદિર અરબી છે અને તે આ સમાચાર સાંભળીને ખુબ જ ખુશ થયા હતા તેને વિદેશી ટીવી ચેનલને આપેલા સાક્ષાત્કારમાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તે બાળકોને રમાડવા અને પોતાની પત્નીને લઈને ખુબ જ ઉત્સુક છે , આ પહેલા 2009 માં અમેરિકામાં એક મહિલા એ એક સાથે 8 બાળકોને જન્મ આપીને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો , જોકે આ રેકોર્ડ હવે તૂટી ગયો છે અને 25 વર્ષની હાલીમાંના નામે આ નવો રેકોર્ડ સ્થપાયો છે, આ તમામ બાળકોના વજન 500 ગ્રામથી લઈને 1 કિલો સુધીના છે અને તેની ડીલેવરી આસાન ન હતી જોકે હાલ તમામ બાળકો સ્વસ્થ છે અને તેને 2 થી 3 મહિના સુધી ઓબ્જર્વેશન હેઠળ રાખવામાં આવશે , આ ડિલિવરીને લઈને સમગ્ર પશ્ચિમ આફ્રરીકામાં ચર્ચા અને ચિંતા જોવા મળી હતી 

Related News