“વુમન એન્ટરપ્રિન્યોર્સ: કન્ટ્રીબ્યુશન ઑફ આત્મનિર્ભર ભારત” થીમ પર જીટીયુ દ્વારા ઈન્ટરનેશનલ વુમન્સ - ડેની ઉજવણી કરાઈ

BREAKING NEWS Publish Date : 08 March, 2021 10:21 PM

“વુમન એન્ટરપ્રિન્યોર્સ: કન્ટ્રીબ્યુશન ઑફ આત્મનિર્ભર ભારત” થીમ પર જીટીયુ દ્વારા ઈન્ટરનેશનલ વુમન્સ - ડેની ઉજવણી કરાઈ
 
 
અમદાવાદ | સોમવાર,
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ( જીટીયુ ) અને સ્ત્રી ચેતના એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે જીટીયુ ખાતે “વુમન એન્ટરપ્રિન્યોર્સ : કન્ટ્રીબ્યુશન ઑફ આત્મનિર્ભર ભારત”  થીમ  પર ઈન્ટરનેશનલ વુમન્સ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. જીટીયુના કુલપતિ પ્રો . ડૉ. નવીન શેઠના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સમાજસુધારક અને ઈન્ડિયા પ્રોમિસ કોસ્મેટોલોજીસ્ટના ફાઉન્ડર ડૉ. રાજીકા કચેરીયા મુખ્ય અતિથી તરીકે વિદ્યાર્થીનીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ન્યૂ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સ્કીલ બેઝ્ડ પ્રતિભાઓને ફાળો અતિ આવશ્યક છે. દરેક ક્ષેત્રમાં આજની મહિલાઓ અગ્રગણ્ય હરોળમાં સ્થાન પામેલ છે. જે આત્મનિર્ભર ભારતમાં પણ વિશેષ યોગદાન પૂરું પાડશે. વધુમાં તેમણે મહિલાઓના સ્વાસ્થ્ય સંબધીત ચર્ચા પણ કરીને માર્ગદર્શન આપ્યું હતું.  જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન . ખેર , જીટીયુ વુમન ડેવલોપમેન્ટ સેલના ચેરપર્સન ડૉ. ઉષ્મા અનેરા , કો-ઓર્ડિનેટર ડૉ. સારીકા શ્રીવાસ્તવ અને સ્ત્રી ચેતના એસોસિયેશનના પ્રમુખ શ્રીમતી શૈલજા અંધારે આ પ્રસંગે  ઉપસ્થિત રહ્યા હતાં

ઉજવણી પ્રસંગે જીટીયુ અને સ્ત્રી ચેતના એસોસિયેશન આયોજીત “મુજે કુછ કહેના હે” વિડિયો સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 1 થી 3 નંબરે અનુક્રમે આરેફા મીર્ઝા , ભાર્ગવી શેઠ અને સાચી પ્રજાપતિને એવોર્ડ આપીને સન્માનવામાં આવ્યા હતાં. જીટીયુ સંલગ્ન સંસ્થાની વિદ્યાર્થીનીઓ દ્વારા  “સ્ટડીઝ , જેન્ડર ડિસ્ક્રિમીનેશન  મેન્ટલ એન્ડ ફિઝીકલ હેલ્થ”  તેમજ અન્ય વિવિધ પ્રકારની સમસ્યાના વિષય પર ગુજરાતી , હિન્દી અને અંગ્રેજી ભાષામાં 2 મીનીટનો વિડિયો બનાવીને તેમના પ્રતિભાવ રજૂ કર્યા હતાં. જેમાં સામાજીક અસમાનતાઓ , સ્ત્રી સ્વતંત્રતા ,  સ્ત્રીઓના પહેરવેશમાં રોકટોક , સ્ત્રી સન્માન , સ્ત્રીની દિનચર્યા અને કાર્ય પદ્ધતિ , પારિવારીક સંબધો અને ફરજો આ ઉપરાંત  લોકડાઉન સમયમાં તેમણે જે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. તેવા વિવિધ મુદ્દાઓ પર 185 થી પણ વધુ વિદ્યાર્થીનીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. જેમાંથી શ્રેષ્ઠ 3 વિદ્યાર્થીનીઓને એવોર્ડ અને ટોપ-10માં સ્થાન પામનાર વિદ્યાર્થીનીઓને સન્માનિત કરીને અનોખી રીતે વર્ષ - 2021નો ઈન્ટરનેશનલ વુમન્સ-ડે ઉજવ્યો હતો .
 

Related News