કોરોનાના વધતા કેસને પગલે અમદાવાદમાં કાલે દર્શકો વગરજ મેચ યોજાશે

NATIONAL NEWS Publish Date : 15 March, 2021 11:13 PM

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માર્ચ 16, 18 અને 20ની ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે
ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોને રીફંડ મળશે
અમદાવાદ, માર્ચ 15, 2021: કોરોનાના વધતા જતા કેસોને કારણે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી બાકીની ટી-20 મેચો પ્રેક્ષકો વગર બંધબારણે રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પ્રેક્ષકોએ માર્ચ 16, માર્ચ 18 અને માર્ચ 20, 2021ની મેચ માટે ટિકિટ ખરીદી હશે તેમને નાણાં પરત કરવામાં આવશે. 
કોરોનાના વધતા જતા કેસોને કારણે જી.સી.એ. દ્વારા બી.સી.સી.આઇ. સાથે ચર્ચાવિચારણા કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદમાં રમાનારી બાકીની ટી-20 ઇન્ટરનેશનલ મેચો બંધ બારણે રમાડવાનો અને દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકોએ ટિકિટ ખરીદી છે તેમને નાણાં પરત આપવાની પોલિસી તૈયાર કરવામાં આવશે. જે લોકોને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમ નહીં આવવા માટે વિનંતી કરવામાં આવે છે, એમ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું છે.

Related News