અમદાવાદ અને સુરતમાં રાત્રીના 9 વાગ્યાથી કર્ફ્યુનો કાલથી અમલ 

TOP STORIES Publish Date : 18 March, 2021 10:13 PM

અમદાવાદ અને સુરતમાં રાત્રીના 9 વાગ્યાથી કર્ફ્યુનો કાલથી અમલ 

અમદાવાદ 

રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસને લઈને વધુને વધુ આકરા નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે ... અમદાવાદ અને સુરતમાં હવે રાત્રીના કર્ફ્યુનો અમલ 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી થશે, અમદાવાદ અને સુરતમાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે અને જેને લઈને આજે વધુ કડક નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા છે જેમાં રાત્રીના 10 વાગ્યાને બદલે હવે 9 વાગ્યાથી રાત્રી કર્ફ્યુનો અમલ થશે , તો આ અમલ પહેલા જ સવારે બાગ બગીચા અને જિમ તેમજ સ્વિમિંગ પુલ, ક્લબ અને અન્ય જાહેર સ્થળો ઉપર પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે તો એટલું જ નહિ બીઆરટીએસ અને એએમટીએસ ની બસ સેવાઓ બંધ કરવામાં આવી છે ..એટલું જ નહિ વીક ઓફના દિવસે શોપિંગ મોલ પણ બંધ રહેવાના છે  

Related News