દેશના અબજોપતિએ મુંબઈમાં ખરીદ્યું દેશનું સૌથી મોંઘુ ઘર ;કિંમત જાણીને તમે પણ ચોંકી જશો 

NATIONAL NEWS Publish Date : 04 April, 2021 11:51 AM

દેશના અબજોપતિએ મુંબઈમાં ખરીદ્યું દેશનું સૌથી મોંઘુ ઘર ;કિંમત જાણીને તમે પણ ચોંકી જશો 

મુંબઈ 

સફળ કપડા, ગાળામાં લટકતા ચશ્માં અને એક દમ સિમ્પલ સ્માઈલ સાથે દેખાતા રાધાકિશન દામણીએ દેશનું સૌથી મોંઘુ ઘર ખરીદ્યું છે , ડી માર્ટના પ્રમોટર અને શેર બજારના મોટા રોકાણકાર રાધાકિશન દામાણીએ મુંબઈના મલબાર હિલ્સમાં 1001 કરોડ નું ઘર ખરીદ્યું છે , કિંમત જાણીને એટલે ચોંકી જશો કારણ કે આટલી મોટી કિંમતમાં દેશમાં એક ઘર નો આ સૌથી મોટો સોદો છે , રાધાકિશન દામાણી સાથે તેના ભાઈ ગોપીકિશન દામાણીએ પણ આ પ્રોપર્ટી સંયુક્ત રૂપથી ખરીદી હોવાનું માનવામાં આવે છે મુંબઇમ સૌથી મોંઘા અને પોષ ગણાતા મલબાર હિલ્સ એરિયામાં આવેલા જાહોજલાલી અને ઐશ્વર્યથી ભરપૂર વિસ્તારમાં આ ઘર ખરીદ્યું છે  મધુકુંજ નામના આ 2 માળના બંગલાનું ક્ષેત્રફળ લગભગ 2 એકરમાં ફેલાયેલું છે મુંબઈમાં 31 માર્ચના રોજ 3 ટકા સ્ટેમ્પ ડ્યુટી આપીને આ આલીશાન ઘર ખરીદવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે 

Related News