રાજકોટના રૈયારોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો

TOP STORIES Publish Date : 08 March, 2021 09:57 AM

રાજકોટમાં રૈયારોડ પર ગમખ્વાર અકસ્માત : મહિલાને પહોંચી ગંભીર ઈજાઓ 
રાજકોટ શહેરમાં ફરી એક વખત અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ત્યારે રૈયા રોડ પર બનેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.ઈજાગ્રસ્ત ગંભીર રૂપથી ઇજા પામતા તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે 

સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદી ગોપાલભાઈ સોલંકી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ રાજકોટમાં ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરી પોતાના ઘરનો તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ ૩જી માર્ચના રોજ સવારના સાડા સાત વાગ્યે હું મારી પત્ની નેહાબેન સાથે પ્લેઝર મોટરસાયકલ મારફતે રૈયારોડ મારા કાકાના દીકરા સચીનભાઈ રહેતા હોય તેમની દીકરી નેન્સી બેન ના અંતિમ ક્રિયામાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં કનૈયા ચોક થી આગળ અમર સેલ્સ એજન્સી નામની દુકાન પાસે પહોંચતા એક ઓટો રિક્ષા ચાલકે પાછળથી ઠોકર મારતા મારું મોટરસાયકલ સહિત અમે બંને પતિ-પત્ની પડી ગયેલ હતા. ત્યારે પાછળથી એક ટ્રેક્ટર ટ્રોલી સાથે મારી પત્ની નું મોઢું અથડાઈ જતા તેને મોઢા ની ડાબી બાજુની આંખ તથા કપાળ તથા માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેઓએ જણાવ્યું છે કે મારી પત્નીને લોહી નીકળતું હોય જેના કારણે તેમને તાત્કાલિક અસરથી રિક્ષામાં બેસાડી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયેલ હતા.ત્યાં પ્રાથમિક સારવાર કરાવી 108 મારફતે વધુ સારવાર અર્થે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. ત્યારે  મળતી માહિતી મુજબ પીડિતા નેહા બેન ને મોઢાની સર્જરી કરાવવા માટે અમદાવાદ ખસેડવામાં આવશે.. બીજી તરફ ગાંધીગ્રામ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેના પરથી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે આરોપીની ધરપકડ ક્યારે કરવામાં આવશે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે... ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા હતા. તે ત્રણેય અકસ્માતમાં એક એક વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.

Related News