મહાશિવરાત્રીના પાવન દિવસે ચિકન-બિરયાની-નોનવેજનું વેંચાણ કરનાર આસામી સામે કાયદાકીય કાર્યવાહી કરતી રાજકોટ મહાનગરપાલિકા

BREAKING NEWS Publish Date : 13 March, 2021 03:03 PM

મહાશિવરાત્રીના પાવન દિવસે ચિકન-બિરયાની-નોનવેજનું વેંચાણ કરનાર આસામી સામે કાયદાકીય કાર્યવાહી કરતી રાજકોટ મહાનગરપાલિકા

 

રાજકોટ 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૧-૦૩-૨૦૨૧ ના રોજ ‘મહા શિવરાત્રી’ નિમિતે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચિકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું, છતાં પણ શહેરના એક વેપારી દ્વારા ઘરે ચિકન-બિરયાની-નોનવેજ બનાવી ઝોમટોની મદદ વડે ગ્રાહકને ડીલીવર કરવામાં આવ્યુ હતું, જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તે આસામીને પકડી કાયદેસરની પોલીસ એફ.આર.આઈ.ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,

 મહા શિવરાત્રીના પાવન અવસરે બીલાજી બિરયાની સેન્ટરના માલિક સાયલી સાકીર ગનીભાઈ દ્વારા શહેરમાં નોનવેજ ચિકન બિરયાનીનો ઓર્ડર કરાતા ગ્રાહકને ઝોમટોની મદદ વડે ડીલીવરી આપવામાં આવી હતી, જેની જાણ રાજકોટ મહાનગરપાલિકાને થતા જાહેરનામાંનો ભંગ કરવા બદલ જી.પી.એસ.સી. એક્ટ ૧૯૪૯ અન્વાતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની એફ.આર.આઈ.ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related News