રાજકોટ : મિલકત વેરાની વસુલાત કરવા 30 પ્રોપર્ટી સિલ કરતું કોર્પોરેશન

BREAKING NEWS Publish Date : 09 March, 2021 05:19 PM

 રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા આજથી ત્રણ ઝોનમાં મિલકત સીલીંગ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે 30 મિલકતોની સિલ કરવામાં આવી છે. જેમાં જેટમાં વેરા વિભાગને 260 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો તે પૈકી હજુ સુધી મનપા દ્વારા માત્ર 170 કરોડ રૂપિયા વેરા પેટે ભેગા કરવામાં આવ્યા છે. ત્યારે 90 કરોડની ઘટ ની પૂર્તિ કરવા માટે મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા વેરો નહીં ભરનાર મિલકત ધારકો ની મિલકત સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વેરા વસુલાત શાખા દ્વારા ઔદ્યોગિક એકમ મા આવેલા 40 જેટલા મોટા કારખાનાઓ, હોટલ, રેસ્ટોરન્ટ સહિતની વેરા બાકી હોય તેવી મિલકતો નું લીસ્ટ બનાવવામાં આવ્યું છે. ત્યારે આજથી મનપાના ત્રણ ઝોનમાં મિલકત સિલીંગ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં 700 થી વધુ મોબાઇલ ટાવર નો હાલ વેરો બાકી છે. તો બીજી તરફ મોબાઈલ કંપનીના માલિકોએ ઘટાડો કરવા રાજ્ય સરકારને રજૂઆત કરી છે 

સિલ કરવામાં આવેલી મિલકતોની યાદી

છોટુ નગર વિસ્તારમાં 2 કોમર્શિયલ મિલકત
મારુતિનંદન પાર્ક કોમર્શિયલ મિલકત
પેટ્રોલ પમ્પના બાકી વેરાની વસુલાત
જુના માર્કેટિંગ યાર્ડ
રાજપૂત પરા
માઇલ સ્ટોન સ્પા
પેરામાઉન્ટ પાર્ક 
સહિતની મિલકતો સિલ કરવામાં આવી છે.

Related News