બજાજ ફિન્સર્વે નાણાકીય છેતરપિંડીનાં જોખમો પર સાવધાન રહેં, સેફ રહેં જનજાગૃતિ ઝુંબેશ શરૂ કરી

BUSINESS Publish Date : 13 May, 2021 11:47 AM

બજાજ ફિન્સર્વે નાણાકીય છેતરપિંડીનાં જોખમો પર સાવધાન રહેં, સેફ રહેં જનજાગૃતિ ઝુંબેશ શરૂ કરી

 

પુણે,

ભારતમાં સૌથી વિશાળ નાણાકીય સમૂહમાંથી એક બજાજ ફિન્સર્વે ગ્રાહકો અને જનતાને નાણાકીય છેતરપિંડીનાં જોખમો અને સુરક્ષિત કઈ રીતે રહેવું તે વિશે માહિતગાર કરવા માટે ડિજિટલ અને સોશિયલ મિડિયા મંચોમાં જનજાગૃતિ ઝુંબેશ સાવધાન રહેં, સેફ રહેં શરૂ કરી છે.

આ જાગૃતિ પહેલ થકી બજાજ ફિન્સર્વનું લક્ષ્ય તેના ગ્રાહકો અને સંભવિતોને લોન પ્રોસેસિંગ ફી, બેન્ક શુલ્ક, જીએસટી, વેરિફિકેશન વગેરેને નામે કોઈ પણ રિફંડેબલ એડવાન્સ પેમેન્ટ્સ બિલકુલ નહીં કરવા અને બધી લોન ઓફરો બજાજ ફાઈનાન્સની વિધિસર વેબસાઈટ પર જ વેરિફાઈ કરવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સંદેશ આપવાનું છે. ઉપરાંત ગ્રાહકો જીવન વીમા અથવા આરોગ્ય વીમા અથવા વાહન વીમા અપનાવે તેમણે પોલિસી દસ્તાવેજો ધ્યાનથી તપાસી લેવાનું અને વીમા કંપનીની વેબસાઈટ પર જ વિગતો વેરિફાઈ કરવાનું મહત્ત્વપૂર્ણ છે. અમુક વાર ગ્રાહકો ઠગો દ્વારા ઓફર કરાતી ઓછા પ્રીમિયમની ઓફરોમાં દોરવાઈ જાય છે અને અપ્રમાણિત પોલિસી દસ્તાવેજો તેમના હાથમં આવે છે. આ ઝુંબેશ ગ્રાહકોએ પોલિસીની વિશ્વસનીયતા કઈ રીતે અને શું તપાસવાનું જરૂરી છે, અસલી અને નકલી પોલિસી વચ્ચે ફરક અને સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ગ્રાહકોને છેતરપિંડી થઈ હોય તેવું જણાય તો ક્યાં જાણ કરવી તે આલેખિત કરે છે.

 

આ ઝુંબેશ ધ્યાનાકર્ષક જિંગલ ના જી ના જી ધરાવે છે, જેમાં ગુપ્તાજી નામે આકર્ષક પાત્ર છે, જે પોતાની અજોડ શૈલીમાં આ જનજાગૃતિ સંદેશ ફેલાવે છે. ઝુંબેશ ગ્રાહકોને મોબાઈલ નં., આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, ઈએમઆઈ કાર્ડ વિગતો, વીમા પોલિસીની વિગત જેવી તેમની ગોપનીય વિગતો વિશ્વસનીય નહીં હોય તેવા સ્રોતોને નહીં આપવા માટે સતર્ક રહેવામાં મદદ કરવા વિવિધ મુખ્ય સંદેશ આલેખિત કરે છે. આ ઝુંબેશ ગ્રાહકોને વેબ પર કે સોશિયલ મિડિયા મંચો પર, અસલી બજાજ ફિન્સર્વની ઓળખ અને નકલી વચ્ચે ફરકનાં વિવિધ ચિહનો અને માધ્યમો વિશે સતર્ક રહેવા માટે સતર્ક પણ કરે છે.

#સાવધાનરહેંસેફરહેં જનજાગૃતિ ઝુંબેશ બજાજ ફિન્સર્વના ડિજિટલ અને સોશિયલ મિડિયા મંચો પર શરૂ થઈ ચૂકી છે. બ્રાન્ડ આ મંચો પર મોજૂદ પ્રાદેશિક દર્શકો સુધી અસરકારક રીતે પહોંચવા માટે ચિંગારી, જોશ અને જિયો સાવન જેવા અન્ય ઈન્ફોટેઈનમેન્ટ અને એન્ટરટેઈનમેન્ટ એપ્સ પર ઝુંબેશ સાથે પણ શરૂ કરાઈ છે.

 

આ ઝુંબેશ સ્કેમ લોન કોલ્સ, એડવાન્સ્ડ લોન ફીઝ, સોશિયલ એન્જિનિયરિંગ ફ્રોડ્સ, ઓનલાઈન ફ્રોડ્સ, એસએમએસ ફ્રોડ્સ, કોલ સેન્ટર ફ્રોડ્સ, મૃત જીવન પર પોલિસી, મેડિકલ નોન- ડિસ્ક્લોઝર, બોગસ દસ્તાવેજો વગેરે સુધીની કિસ્સાઓ સાથે બજાજ ફાઈનાન્સ લિ., બજાજ એલિયાન્ઝ લાઈફ ઈન્શ્યુરન્સ કં. લિ., અને બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્શ્યુરન્સ કં. લિ.ની ફ્રોડ કંટોલ ટીમ્સ દ્વારા જોવામાં આવેલા વાસ્તવિક છેતરપિંડીના સંજોગોની નોંધ લઈને વિકસાવવામાં આવી છે. નાણાકીય સેવાઓના અવકાશમાં મુખ્ય ખેલાડી તરીકે ઋણદારો અને પોલિસીધારકોની સુરક્ષા અને રક્ષણ બ્રાન્ડ માટે મહત્ત્વપૂર્ણ છે અને મોટે ભાગે આ સાઈબર જોખમો, ઠગોની મોડસ ઓપરેન્ડી ઓળખવા અને સુરક્ષિત રહેવા માટે લેવાનાં અમુક ઝડપી પગલાં વિશે ગ્રાહકોને માહિતગાર કરવાનું અને તેમને સાથ આપવાનું મોટે ભાગે મહત્ત્વપૂર્ણ બની જાય છે.

(Links to campaign)

બજાજ ફિન્સર્વ લિમિટેડ વિશે

 

Related News