કોરોનાને પગલે ટી-20 વિશ્વકપ પણ સ્થગિત થઇ શકે છે ? શું કહ્યું ગ્રેગ ચેપલે 

SPORTS Publish Date : 09 May, 2021 07:49 PM

કોરોનાને પગલે ટી-20 વિશ્વકપ પણ સ્થગિત થઇ શકે છે ? શું કહ્યું ગ્રેગ ચેપલે 

 

સ્પોર્ટ્સ ડેસ્ક 

કોરોનાને પગલે ભારતમાં રમાઈ રહેલી આઇપીએલ 2021ને અધવચ્ચે જ રદ્દ કરવી પડી છે, તો હવે જોખમ છે ટી-20 વિશ્વકપને લઈને, દુનિયામાં સતત વધતા કોરોના કેસને લઈને લોકોની ચિંતા હજુ દૂર નથી થઇ આવી જ હાલત ભારતની છે, આગામી સમયમાં ભારતમાં યોજાનાર ટી-20 વિશ્વકપનું આયોજન પણ જોખમમાં મુકાઈ શકે છે. બાયો બબલ પણ સુરક્ષિત નથી એ સાબિત કર્યું છે આઇપીએલના ખેલાડીઓના પોઝિટિવ થવાના કારણે, ગમે તેટલી સુરક્ષા રાખવામાં આવે કોરોના પીછો જ છોડવા તૈયાર ન હોઈ તેમ મુશ્કેલી સર્જી રહ્યો છે ત્યારે ક્રિકેટના દિગ્ગ્જ પૂર્વ ખેલાડી ગ્રેગ ચેપલે એક મીડિયા નિવેદન આપીને જણાવ્યું છે કે આઇપીએલ બાદ હવે ટી-20 વિશ્વકપ અંગે પણ જોખમ જ લાગે છે 

Related News