દેવભૂમિ દ્વારકામાં હાહાકાર : પરિવારના મોભીનું કોરોનાથી નિધન થતા પત્ની અને 2 બાળકોએ ઝેર પી આપઘાત કર્યો 

TOP STORIES Publish Date : 07 May, 2021 11:59 AM

દેવભૂમિ દ્વારકામાં હાહાકાર : પરિવારના મોભીનું કોરોનાથી નિધન થતા પત્ની અને 2 બાળકોએ ઝેર પી આપઘાત કર્યો 

 
દેવભૂમિ દ્વારકા 
દેવભૂમિ દ્વારકામાં જૈન પરિવારના એક મોભીનું કોરોના થી નિધન થતા તેના આઘાતમાં પત્ની અને 2 પુત્રોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે જૈન પરિવાર ઉપર આવેલા મહા સંકટને પગલે સમગ્ર દેવભૂમિ દ્વારકામાં હાહાકાર મચી ગયો છે , પરિવારના મોભી જયેશભાઈનું કોરોના થી નિધન થયું હતું જેને પગલે તેઓના પત્ની અને 2 પુત્રોએ પણ આઘાતમાં આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે, જયેશભાઈના પત્ની સાધનબેન ણ એપુત્ર દુર્ગેશ અને કમલેશે પણ આપઘાત કર્યાનું સામે આવ્યું છે , સમગ્ર મામલે પોલીસે પ્રાથમિક રિપોર્ટ નોંધીને તપાસ શરૂ કરી છે , કોરોના એ એક બાદ એક પરિવારના માળાને વિખેરી નાખીને સમગ્ર પરિવારનો ભોગ લેવાનું ચાલુ રહ્યું છે આ સ્થિતિ અતિશય ખરાબ હોવાનું દ્વારકામાં ચર્ચાઈ રહ્યું છે 
 

Related News