દ્વારકા - યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર આગામી 15 મેં સુધી બંધ

TOP STORIES Publish Date : 29 April, 2021 06:35 PM

 
દ્વારકા - યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર આગામી 15 મેં સુધી બંધ
 
દેવભૂમિ દ્વારકા 
 
દેવભૂમિ દ્વારકા જગતમંદિર ખાતે છેલ્લા કેટલાક દિવસથી મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવ્યું છે જેની મુદતમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે , દેવભૂમિ દ્વારકા જગત મંદિર આગામી 15 તારીખ સુધી ભાવિકો માટે બંધ રહેવાનું છે , ભાવિકો માટે શ્રીજીના દર્શન ઓનલાઇન થઇ શકે તેવી વ્યવસ્થા મંદિર સમિતિ દ્વારા કરવામાં આવી છે .કોરોના ના કહેર વચ્ચે ભગવાન શ્રી દ્વારકાધીશ ના દર્શન ઓનલાઈન કરવા તંત્ર ની અપીલ...
12 એપ્રિલ થી30 એપ્રિલ સુધી દ્વારકાનું જગત મંદિર ભક્તો માટે પ્રવેશ નિષેધ કરવામાં આવ્યું જે વધુ 15 દિવસ સુધી બંધ રહેશે...15 મેં 2021 સુધી જગત મંદિર ને બંધ રાખવાનો નિર્ણય વ્યવસ્થાપન સમિતિ દ્વારા લેવામાં આવ્યો...
જગત મંદિર માં પૂજારી પરિવાર દ્વારા ભગવાન ને નિત્યક્રમ મુજબ સેવા શરૂ રહેશે...www.dwarkadhish.org વેબસાઈટ પરથી પ્રભુના દર્શન નો લાભ લોકો લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ...

Related News