રાજકોટ : વૃદ્ધો - દિવ્યાંગજ્નો રસીકરણમાં ચાર કદમ આગળ

BREAKING NEWS Publish Date : 29 April, 2021 06:26 PM

રાજકોટ : વૃદ્ધો - દિવ્યાંગજ્નો રસીકરણમાં ચાર કદમ આગળ

 
રાજકોટ તા. ૨૯ એપ્રિલ 

મજબૂત મનોબળ વાળા વ્યક્તિ માટે કોઈ કામ મુશ્કેલ હોતું નથી... રસીકરણ માટે લોકો આગળ આવી કોરોના સામે સુરક્ષિત બને તેવુ પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડતા દિવ્યાંગજન કિરીટભાઈ રાણપરીયાને બંને પગે લકવો હોવા છતાં એક માળના દાદરા ભાખોડીયાભેર પગે ચડીને પણ રસીકરણ કરાવ્યું...મજબૂત મનોબળના કિરીટભાઈ આમતો ઓફિસમાં વહીલચેરનો ઉપયોગ કરે છે, પરંતુ બહારના કોઈ કામ હોઈ ત્યારે ચાર પગે ચાલી જાતે જ મુવમેન્ટ કરે છે. ગત રોજ રાજકોટ જી.ઈ.બી. માં સર્વિસ કરતા કિરીટભાઈએ કોઈપણ સહારા વગર ચાર પગે સીડી ચડી પ્રથમ માળે આવેલ કેન્દ્રમાં બીજો ડોઝનું રસીકરણ કરાવ્યું.હતું.  
  વેક્સીન લીધા બાદ સંપૂર્ણ સ્વસ્થતા સાથે તેઓ જણાવે છે કે, હું સર્વિસ પત્યા બાદ મારા સગાસંબંધીઓ કે જે ખાસ કરીને ગામડાઓમાં રહે છે તેમને રોજ ફોન કરું ત્યારે હલ્લો નથી બોલતો પણ પહેલા પૂછું કે રસી મુકાવી કે નહીં.? રોજ સાંજનો આ તેમનો નિત્યક્રમ. કોરોના સંબંધી માંદગી હોઈ તો તેના માટે પણ જરૂરી માહિતી પુરી પાડવાની.    
રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટઝોન ઓફિસ ખાતે પહેલા માળે ચાલી રહેલ રસીકરણ કેન્દ્રમાં અનેક પ્રેરણાદાયી કિસ્સાઓ જોવા મળતા હોવાનું ઇન્ચાર્જ મહેશભાઈ દિવેચા જણાવે છે.  ખાસ કરીને મોટી ઉંમરના વડીલો પણ રસીકરણ માટે ઉત્સાહી હોવાનું તેઓ જણાવે છે. ગત રોજ ૮૪ વર્ષના હર્ષાબેન વસાવડા તેમજ ૭૭ વર્ષના જયશ્રીબેન માંકડે વેક્સીનનો બીજો ડોઝ લઈ લોકોને રસીકરણ માટે ખાસ અપીલ કરી છે.  

Related News