શાસન-પ્રશાસન અને સમાજના સંકલિત પ્રયત્નો દ્વારા જ ભારત કોરોના સંકટ પર વિજય મેળવશે

NATIONAL NEWS Publish Date : 30 April, 2021 08:11 PM

શાસન-પ્રશાસન અને સમાજના સંકલિત પ્રયત્નો દ્વારા જ ભારત કોરોના સંકટ પર વિજય મેળવશે.

૨૧૯ સ્થળોએ સ્વયંસેવકો દ્વારા કોવિડ હોસ્પિટલોમાં પ્રશાસનનો સહયોગ 

સ્વયંસેવકોએ ૪૩ મુખ્ય શહેરોમાં કોવિડ સેવા કેન્દ્ર, ૨૪૪૨ રસીકરણ કેન્દ્રો, ૧૦૦૦૦ રસીકરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું

નવી દિલ્હી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનિલ આંબેકરે કહ્યું કે કોરોનાના આ ઘાતકી હુમલાથી દેશના ઘણા ભાગો પ્રભાવિત થયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કોરોના રોગચાળામાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પે છે.  તમામ કોરોના લડવૈયાઓનું યોગદાન, જેમાં ડોકટરો અને અન્ય તબીબી કાર્ય અને ઓક્સિજનની સપ્લાયમાં રોકાયેલા કર્મચારીઓ અને સલામતી અને સ્વચ્છતા કામદારોનો સમાવેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આપણા સમાજની કરુણા અને સક્રિયતા અદભુત છે. તેમના જીવન જોખમમાં મુકી અને કટોકટીની સ્થિતિમાં પણ કામ કરી રહ્યા છે. ભલે પરિસ્થિતિ ભયંકર હોય, પણ ભારતમાં સમાજની શક્તિ પણ વિશાળ છે. શ્રી સુનીલ આંબેકર ડિજિટલ માધ્યમ દ્વારા આયોજીત પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સેવા ભારતી દ્વારા ચલાવવામાં આવતા સેવા કાર્યો વિશે માહિતી આપી રહ્યા હતા..તેમણે કહ્યું કે હંમેશની જેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સેવા ભારતી અને અન્ય સંસ્થાઓ અને સંગઠનો અસરગ્રસ્ત વિસ્તારો અને પરિવારોને રાહત આપવા માટે કામ કરી રહ્યા છે. જરૂરિયાત મુજબ, સંઘની પહેલથી અગ્રતા ધોરણે બાર પ્રકારનાં કામો શરૂ થયાં છે...તેમણે જણાવ્યું હતું કે, સંભવિત  દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર અને પોજીટીવ દર્દીઓ માટે કોવિડ કેર (સેવા) કેન્દ્ર , સરકારી કોવિડ સેન્ટર અને હોસ્પિટલોમાં સહાય, મદદ માટે ટેલિફોન (હેલ્પલાઇન નંબર), રક્તદાન, પ્લાઝ્મા દાન, અંતિમસંસ્કાર, આયુર્વેદિક ઉકાળો વિતરણ, પરામર્શ, ઓક્સિજન સપ્લાય અને એમ્બ્યુલન્સ સેવા, ખોરાક, રેશન, માસ્ક ,રસીકરણ ઝુંબેશ અને જાગૃતિ જેવા જરૂરી સેવાકાર્યોને  કેટલાક પ્રાંતોમાં સ્વયંસેવકો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રને તમામ સંભવિત સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે જેથી તમામ મળીને આ પડકારને પહોંચી વળી શકે. 

ઈન્દોરમાં, સરકાર, ખાનગી હોસ્પિટલ, રાધા સ્વામી સત્સંગ વગેરેના સહયોગથી બે હજાર બેડવાળા કોવિડ કેન્દ્ર સરકાર અને સમાજના સંકલિત કાર્યનું ઉત્તમ ઉદાહરણ બની ગયા છે.

તેમણે કહ્યું કે કોવિડ સેવા કેન્દ્રો હાલમાં ૪૩ મોટા શહેરોમાં સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે અને અન્ય ૨૧૯ સ્થળોએ કોવિડ હોસ્પિટલોમાં પ્રશાસનને સહયોગ કરી રહ્યા છે.

રસીકરણ માટે દસ હજારથી વધુ સ્થળોએ જાગૃતિ અભિયાન સાથે ૨૪૪૨ રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે.

તેમણે કહ્યું કે આ કાર્યમાં સમાજના તમામ લોકોનો સહયોગ જરૂરી છે, અને કોરોના ફાટી નીકળતાં શાસન-પ્રશાસન અને સમાજનાં સંકલિત પ્રયત્નોથી જ ભારત વિજય મેળવશે.

એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે જરૂરીયાત મુજબ પ્લાઝ્મા અને રક્તદાન દ્રારા સહયોગ કરાઇ રહ્યો છે, કેટલીક જગ્યાએ સંભવિતોની સૂચિ પણ બનાવવામાં આવી છે. દિલ્હીમાં રકતદાતાઓની સૂચિ પણ ઉપલબ્ધ છે. પૂણેમાં ૬૦૦ લોકોએ એક જન જાગૃતિ અભિયાન દ્વારા પ્લાઝ્મા દાન કર્યુ, જેણે ૧૫૦૦ લોકોના જીવ બચાવવામાં મદદ કરી છે.

બીજા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, વિવિધ શહેરોમાં વૃદ્ધો અને એકલા લોકોને ધ્યાનમાં રાખીને હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. તેમના દ્વારા જરૂરીયાતમંદોને જરૂરી સહાય આપવામાં આવી રહી છે.

Related News