રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી મનોજભાઈ રાઠોડે વેક્સિનનો પહેલો ડોઝ લીધો 

GUJARAT Publish Date : 06 May, 2021 10:05 AM

રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ લોધીકા મનોજ રાઠોડએ વેક્સિન નો પેલો ડોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખીરસરા મુકામે લીધેલ જેમાં તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઇ કામાણી અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ લોધીકા અનુરુદ્ધસિંહ ડાભી હાજર રહેલ વેકસીન લીધા પછી મનોજ રાઠોડએ લોકોને વેક્સિન લેવા માટે વધુમાં વધુ લોકો વેક્સિન લિયે એ માટે અપીલ કરેલ વેક્સિન લેવાથી કોરોનો ભય ઓછો રહે છે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લોકોને અવારનવાર અપીલ કરતા હોય છે, જેથી બાકી લોકોએ પણ વેક્સિન લેવી જોઇએ.વધુમાં રાજકોટ જિલ્લા ભાજપની ટીમ અને પ્રમુખ શ્રી મનસુખભાઈ ખારચીયા મહામંત્રી શ્રીનાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી અને મનીષભાઈ ચાંગેલા દ્વારા રાજકોટ જિલ્લાની જનતાને વેક્સિન લેવા અપીલ કરવામાં આવી હતી

Related News