કોરોના મીની લોકડાઉંનમાં ગેરેજ અને  ધંધાર્થીઓને છૂટ આપવા જિલ્લા કલેક્ટરને રજૂઆત 

SAURASHTRA Publish Date : 03 May, 2021 10:35 AM

કોરોના મીની લોકડાઉંનમાં ગેરેજ અને  ધંધાર્થીઓને છૂટ આપવા જિલ્લા કલેક્ટરને રજૂઆત 

કનૈયા ગ્નુપ અને રામાનંદી નવનિર્માણ સેના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કોરોના મહામારીમાં હોસ્પિટલની દોડાદોડી વખતે વાહન પંચર તથા ખરાબ થવા સમતે લોકોને પડતી તકલીફોમાં પંચર અને ગેરેજને અાંશિક છુટછાટની કલેક્ટર તથા પોલીસ કમિશનર સાહેબ ને રજુઆત... શહેર ઝોન-૨ અધિકારી D.C.P સાહેબ દ્વારા અા મંતવ્યને યોગ્ય ગણાવી અને સાંજ સુધીમાં યોગ્ય નિર્ણયની ખાતરી અાપી હતી. અા રજુઆત શ્રી રામાનંદી નવનિર્માણ સેના તથા કનૈયા ગ્રુપ ના સંયુક્ત પ્રયાસો થી કરવામાં અાવી હતી.. અા રજુઆત કરવા રામાનંદી નવનિર્માણ સેના-પ્રદેશ પ્રમુખ નિખિલભાઇ નિમાવત, મહામંત્રી સુરેશભાઇ જલાલજી, કનૈયા ગ્રુપ બેડીપરા-કાનો કુબાવત,કિશન ભખોરીયા રાજકોટ ટેક્સી એસોસિયેશનના સભ્ય રવિભાઇ નિમાવત, જયેશભાઇ લાવડીયા વગેરેએ રજુઆત કરી હતી રાજકોટ 

Related News