રાજકોટમાં એસટી કર્મચારીઓએ માથે મુંડન કરાવીને નોંધાવ્યો વિરોધ : સરકાર એસટી કર્મીઓને નથી ગણતી કોરોના વોરિયર્સ 

RAJKOT-NEWS Publish Date : 16 May, 2021 11:48 AM

રાજકોટમાં એસટી કર્મચારીઓએ માથે મુંડન કરાવીને નોંધાવ્યો વિરોધ : સરકાર એસટી કર્મીઓને નથી ગણતી કોરોના વોરિયર્સ 

 

રાજકોટ 

કોરોના સામેની લડાઈમાં સતત ખડેપગે રહેતા રાજકોટ એસટી વિભાગના કર્મચારીઓએ આજે સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે, સરકાર એસટી કર્મચારીઓને કોરોના વોરિયર્સ નથી ગણતા અને તેઓને મૃત્યુ બાદ પરિવારને મળતા લાભો ન મળતા હોવાના પગલે એસટી વિભાગ રાજકોટ ખાતે આજે સવારે કર્મચારીઓએ એકત્ર થઈને માથે મુંડન કરાવીને વિરોધ નોંધાવ્યો છે.. એસટી કર્મચારીઓ એ માંગણી કરી છે,... કે સરકાર એસટી વિભાગના કર્મચારીઓને પણ કોરોના વોરિયર ગણે , ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં રાજકોટ એસટી ડેપો સાથે જોડાયેલા 300 જેટલા કંડક્ટર અને ડ્રાઇવર સહિતના કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે અને તેઓએ સારવાર મેળવી છે,  હજુ પણ ઘણા કર્મચારીઓ કોરોના સામે લડાઈ લડી રહ્યા છે 

Related News