બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૧-૨૨ માટે સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ 

BUSINESS Publish Date : 09 March, 2021 08:52 PM

બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૧-૨૨ માટે સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ 

રાજકોટ 

રાજકોટ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ આર્થિક સહાય વર્ષ ૨૦૨૧-૨૨ માટે મેળવવા ઇચ્છુક હોય તેઓએ (www.ikhedut.gujrat.gov.in) આઇ ખેડુત પોર્ટલ પર તા. ૩૦ એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. 
    બાગાયતદાર ખેડૂતો વિવિધ ઘટકો જેવી કે ટીસ્યુકલ્ચર ખારેક, ફળ પાક પ્લાન્ટીંગ મટીરીયલસ, ટાંકા, પેકીંગ મટીરિયલ્સ, બાગાયતી પાકના પ્રોસેસીંગ યુનીટ વગેરેમાં લાભ લેવા માંગતા અરજી કરી શકશે. વિવિધ ઘટકોમાં અરજી કરેલ બાગાયતદાર ખેડૂતોએ અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળો જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુક અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપત્ર (અનુસુચિત જાતિ), ટપકનો ટ્રાયલ રન રિપોર્ટ વગેરે સાથે રાખી રૂબરૂ અથવા ટપાલથી નાયબ બાયાગત નિયામકની કચેરી, ૨/૩ જિલ્લા સેવાસદન-૩, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ (ફોન નં-૦૨૮૧-૨૪૪૫૫૧૭) ના સરનામે દિન-૭માં રજુ કરવી. સરકારશ્રીના આદેશાનુસાર ઋતુ પ્રમાણે નિયત સમયમર્યાદામાં કાર્યવાહિ પૂર્ણ કરવાની હોવાથી અરજી નિયત સમયમર્યાદામાં મોકલી આપવી, સમયમર્યાદામાં અરજી રજૂ નહિ કરવામાં આવે તો અરજી પર આગળની કાર્યવાહિ થઇ શકશે નહીં તેની સર્વે ખેડૂત મિત્રોઓ નોંધ લેવા અને સમયસર અરજીઓ મોકલી આપવા નાયબ બાગાયત નિયામકશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.              

Related News