મુખ્યમંત્રી વિજયભાઈનો મહત્વનો નિર્ણ્ય ;કોઈ પણ સરકારી કર્મી કોરોનગ્રસ્ત થશે તો 10 દિવસની રજા ગણાશે ;ફિક્સ પગાર કર્મીઓને પણ સમાવ્યા 

BREAKING NEWS Publish Date : 31 March, 2021 08:50 PM

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય

મુખ્યમંત્રી વિજયભાઈનો મહત્વનો નિર્ણ્ય ;કોઈ પણ સરકારી કર્મી કોરોનગ્રસ્ત થશે તો 10 દિવસની રજા ગણાશે ;ફિક્સ પગાર કર્મીઓને પણ સમાવ્યા 

રાજ્યના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે  સરકારી કર્મચારીઓ, અર્ધસરકારી કર્મીઓ અને ફિક્સ પગારદાર કર્મચેરીઓને જો કોરોના થાય તો તેને 10 દિવસની રજા ગણી દેવામાં આવશે તેમ જણાવ્યું છે સાથે જ કર્મચારીઓએં મોટી રાહત આપતી જાહેરાત કરી છે 

આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો તેમને ૧૦ દિવસની ખાસ રજા આપવામાં આવશે, મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે જો કોઇ સરકારી કર્મચારીની રજા જમા નહિ હોય તો પણ તેને આ ખાસ રજા આપવામાં આવશે.. આ ૧૦ દિવસની રજાનો લાભ ફિકસ પગારના કર્મચારીઓ તથા તમામ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે

Related News