વિવાદ અને વિમલ ચુડાસમા ;અધ્યક્ષે વિધાનસભા ગૃહમાં ટી-શર્ટ પહેરવા બદલ કાઢ્યા 

TOP STORIES Publish Date : 15 March, 2021 08:29 PM

વિવાદ અને વિમલ ચુડાસમા ;અધ્યક્ષે વિધાનસભા ગૃહમાં ટી-શર્ટ પહેરવા બદલ કાઢ્યા 

 

ગાંધીનગર 

 

ગાંધીનગરમાં વિધાનસભાની આજની કાર્યવાહીમાં વિવાદ સર્જાયો હતો, વિવાદ ધારાસભ્ય વિમલ ચુડાસમાને હતો, વિમલ ચુડાસમા ગૃહમાં કાળા રંગનું ટીશર્ટ પહેરીને આવ્યા હતા અને આ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ગમ્યું નહિ , તેઓએ વિમલ ચુડાસમાને ગૃહમાંથી બહાર કાઢયા હતા અને કારણ આપ્યું હતું કે તેઓએ ગૃહને શોભે એવા કપડાં પહેર્યા નથી આ મુદ્દે વિવાદ ગરમાયો હતો વિમલ ચુડાસમા નું કહેવું છે કે તેઓ વર્ષોથી ટીશર્ટ જ પહેરે છે અને 21મી સદીમાં કપડાને લઈને કોઈ વિવાદ કે નિયમો ન હોવા જોઈએ આ પહેલા પણ અનેક ધારાસભ્યો ટીશર્ટ પહેરીને ગૃહમાં આવી ચુક્યા છે અને તેઓએ પોતાના મતવિસ્તારમાં પણ ટીશર્ટ જ પહેરે છે જોકે આ દલીલ ગૃહના અધ્યક્ષને મનવી ન શકી અને વિમલ ચુડાસમાએ ગૃહ છોડી દેવું પડ્યું હતું.. ગૃહમાં શોભે તેવા અને ગરિમા જળવાઈ તેવા કપડાં પહેરવા જોઈએ અને તેવું જ વર્તન કરવું જોઈએ તેવું અધ્યક્ષનું હતું 

Related News