રાજ્યમાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી 

TOP STORIES Publish Date : 16 March, 2021 02:50 PM

રાજ્યમાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી 

 

ગાંધીનગર 

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતા વાળી હાઇલેવલ પાવર કમિટીએ આજે રાજ્યમાં વધતા કોરોના કેસને લઈને રાત્રી કર્ફ્યુનો સમય 2 કલાક વધારવાનો નિર્ણ્ય લીધો છે , રાત્રીના 10 વાગયથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેવાનું આ સમય દરમિયાન કોઈપણ અનધિકૃત વ્યક્તિઓ રાત્રી કર્ફ્યુનો ભન્ગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે , લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે રાત્રીના કર્ફ્યુમાં બહાર ન નીકળે 

 

એસટી બસ સેવા પણ રાત્રીના 10 થી સવારે 6 સુધી મહાનગરોમાં બંધ 

 

રાજ્ય સરકારના રાત્રી કર્ફ્યુનો લઈને લેવામાં આવેલા મહત્વના નિર્ણય બાદ એસટી નિગમે પણ મહત્વનો નિર્ણ્ય લીધો છે , એસટીની બસ સેવા ચાર મહાનગરો જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે ત્યાં રાત્રીના 10 વાગયા બાદ શહેરમાં પ્રવેશ નહિ કરે , રાત્રી કર્ફ્યુનો ભંગ થાય તેવા કોઈ પણ આયોજન ન થાય તેનું ધ્યાન રખવામાં આવશે , મુસાફરોને પણ એસટી નિગમે રાત્રીના 10 વાગ્યા બાદ મહાનગરોમાં મુસાફરીથી બચવા માટે જણાવી દીધું છે , જયારે બાકીની બસ શહેરની ફરતેના આઉટર રિંગરોડ થી ઓપરેટ થશે 

Related News