ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની સ્થિતિ અંગે સમીક્ષા કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 

TOP STORIES Publish Date : 15 May, 2021 06:41 PM

ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની સ્થિતિ અંગે સમીક્ષા કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 

 
 અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાઈ, તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું આ મિટિંગમાં જણાવામાં આવ્યું છે  એટલું જ નહિ મુખ્યમંત્રી દ્વારા ખાસ બિંદુઓ ઉપર ભાર આપવામાં આવ્યો છે જેને લઈને વિવિધ જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આપવામાં આવી છે 

• મુખ્યમંત્રીશ્રીએ ઝીરો કેઝ્યુઆલીટીના એપ્રોચ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના આપી છે
• કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઉપર ભાર મૂકતાં મુખ્યમંત્રીશ્રી
• દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારો તત્કાલ સુરક્ષીત પરત ફરે તેવી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરવા સંબંધિત જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રીશ્રીની સૂચના
• આ બેઠકમાં શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્યસચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવશ્રીઓ શ્રી પંકજ કુમાર અને શ્રી એમ. કે દાસ, આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ, રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલ તેમજ વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે

Related News