ગોંડલમાં 2 લાખ ગુણી ધાણા લઈને ખેડૂતો ઉમટયા : માર્કેટિંગ યાર્ડ બહાર લાગી વાહનોની કતારો

GUJARAT Publish Date : 07 March, 2021 02:20 PM

ગોંડલમાં 2 લાખ ગુણી ધાણા લઈને ખેડૂતો ઉમટયા : માર્કેટિંગ યાર્ડ બહાર લાગી વાહનોની કતારો, શિયાળુ પાક લઇ ખેડૂતો 

 

ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર કિલોમીટર સુધીની લાંબી કતારો સાથે ખેડૂતો ઉમટી પડયા છે , વાહનોની કતારો 6 કિમિ દૂર સુધીની લાગી ગઈ છે , સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો શિયાળુ પાક લઈને આવ્યા છે જેમાં 2 લાખ ગુણી જેટલા ધાણાની આવક થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે , સમગ્ર મામલે યાર્ડના કર્મચારીઓ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, છેલ્લા એક સપ્તાહથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ શિયાળુ પાકની વિવિધ જણસીઓથી ઉભરાઈ રહ્યું છે અને તેમાં લાલ મરચા , સૂકા ધાણા, જીરું,લસણ અને ડુંગળીનો સમાવેશ થાય છે તો ઘઉં,ચણા અને રાયડો સહિતના ઉત્પાદનો લઈને પણ ખેડૂતો લાવ્યા છે 

Related News