યુટ્યુબ સાથે જોડાયેલા હો તો આ ફોર્મ સબમિટ કરી દેજો નહિ તો જંગી ટેક્સ યુએસ કાપી લેશે 

SCIENCE & TECH Publish Date : 12 May, 2021 08:52 AM

યુટ્યુબ સાથે જોડાયેલા હો તો આ ફોર્મ સબમિટ કરી દેજો નહિ તો જંગી ટેક્સ યુએસ કાપી લેશે 

 

ન્યૂઝ ડેક્સ 

યુટ્યુબ સાથે જોડાયેલા લોકો માટે 30 મેં ની તારીખ નજીક આવી રહી છે .. જે લોકો યુટ્યુબ અને એડસેન્સ થી કામની કરે છે તેઓને લઈને આ સમાચાર મહત્વના છે .. અમેરિકામાં યુટ્યુબ થી કમાણી કરનારા લોકો પાસેથી હવે ટેક્સ વસુલ કરવામાં આવશે આ ટેક્સ 15 ટકાથી લઈને અમેરિકાના ટેક્સ માળખા મુજબ હોઈ શકે છે , શક્ય છે કે 24 ટકા સુધીનો તમારી કમાણી ઉપર ટેક્સ કાપી શકે છે .. યુટ્યુબ તરફથી તમામ યુટ્યુબર ને મેસેજ અને અન્ય માધ્યમથી જણાવી દેવાયું છે કે તમારે ટેક્સ અંગેની વિગતો દાખલ કરીને એડસેન્સ મારફત ફોર્મ સબમિટ કરવાનું છે , આ માટે ગાઈડ લાઈન પણ આવી ગઈ છે જોકે યુટ્યુબ સાથે જોડાયેલા કરોડો લોકોએ આ ફોર્મ ભર્યા છે અને ઘણા ભરી પણ રહ્યા છે પરંતુ હવે 30 મેં ની તારીખ ધીમે ધીમે નજીક આવી રહી હોઈ ફરી એક વખત અમે સૌને યાદ કરાવીએ છે કે તાત્ત્કાલિક અસરથી આ માહિતીને ભરી ડો નહિ તો તમારે અમેરિકાના નિયમ મુજબ યુટ્યૂબની કમાણી ઉપર ટેક્સ ચૂકવો પડશે જેમાં યુટ્યુબ તમારી કમાણી માંથી સીધા જ ટેક્સને કાપી લેશે 

Related News