જી.ટી.યુ.નાં સેમેસ્ટર સાતમના પરીણામમાં સમગ્ર ગુજરાતમાં વી.વી.પી.ના વિદ્યાર્થીઓનો નંબર વન

GUJARAT Publish Date : 25 March, 2021 02:57 PM

જી.ટી.યુ.નાં સેમેસ્ટર સાતમના પરીણામમાં સમગ્ર ગુજરાતમાં વી.વી.પી.ના વિદ્યાર્થીઓનો નંબર વન. 

પ્રવેશ, પ્લેસમેન્ટ અન રિઝલ્ટમાં દબદબો જાળવી રાખતી વી.વી.પી.

જી.ટી.યુ. દ્વારા સેમેસ્ટર સાતનું જાહેર થયેલ પરિક્ષાનાં પરીણામમાં સમગ્ર ગુજરાતમાં વી.વી.પી.નો દબદબો જળવાય રહેલ છે, કારણ કે જી.ટી.યુ.નાં સેમેસ્ટર સાતમાંના પરીણામમાં સમગ્ર ગુજરાતમાં વી.વી.પી.ના વિદ્યાર્થીઓએ નંબર વન જાળવી રાખેલ છે. ૭ માં સેમેસ્ટરના પરિણામમાં સમગ્ર ગુજરાતમાં જી.ટી.યુ. ટોપ ૧૦ માં બધી જ બ્રાંચમાં વી.વી.પી.ના વિદ્યાર્થીઓ મોદી નિતી સંજયભાઈ-કોમ્પ્યુટર વિભાગ- સી.જી.પી.એ. તથા એસ.પી.આઈ. મુજબ પ્રથમ અને સી.પી.આઈ. મુજબ તૃતીય ક્રમાંક, શાહ ખુશાલી દિપકભાઈ-કોમ્પ્યુટર વિભાગ એસ.પી.આઈ. મુજબ પ્રથમ તેમજ સી.જી.પી.એ. મુજબ તૃતીય, શુકલા શૈલ વિજયકુમાર-ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન વિભાગ સી.પી.આઈ. મુજબ પ્રથમ ક્રમાંક તેમજ સી.જી.પી.એ મુજબ દ્વિતીય
ક્રમાંક, કોટક જહાન્વી ચેતનભાઈ-કોમ્પ્યુટર વિભાગ સી.પી.આઈ. મુજબ પાંચમો ક્રમાંક પ્રાપ્ત કરી વી.વી.પી.નો દબદબો બરકરાર રાખેલ છે.

વી.વી.પી. કોલેજનું પરિણામ ઈન્સ્ટીટયુટ વાઈઝ (૮૭.૮પ%) તથા એસ.પી.આઈ. પ્રમાણે (૮૭.૩પ%) વી.વી.પી. ઇજનેરી કોલેજ સૌરાષ્ટ્ર ઝોનમાં નંબર વન આવેલ છે. પ્રવેશ હોય કે, પ્લેસમેન્ટ હોય કે, પરીણામ હોય વી.વી.પી.એ પ્રથમ ક્રમાંકની
પરંપરા જાળવી રાખેલ છે.

ઓવર ઓલ રિઝલ્ટ એનાલીસીસ નીચે પ્રમાણે છે. 

ટોટલ પાસ ર૪૬૩૮ તથા ટોટલ નાપાસ ૦૬૪૩ર

અમદાવાદ ઝોનમાં પરીક્ષાર્થીની સંખ્યા ૭૮૪૮, પાસ થનારની સંખ્યા ૬૪૮ર, નાપાસ થનારની સંખ્યા ૧૩૬૬, ટકાવારી ૮ર.પ૯ અને ઝોનમાં નંબર પ્રથમ
સુરત ઝોનમાં પરીક્ષાર્થીની સંખ્યા ૬૦ર૬, પાસ થનારની સંખ્યા ૪૯૩ર, નાપાસ થનારની સંખ્યા ૧૦૯૪, ટકાવારી ૮૧.૮પ અને ઝોનમાં નંબર બીજો 
વિદ્યાનગર ઝોનમાં પરીક્ષાર્થીની સંખ્યા પપર૩, પાસ થનારની સંખ્યા ૪૪૪૮, નાપાસ થનારની સંખ્યા ૧૦૭પ, ટકાવારી ૮૦.પ૪ અને ઝોનમાં નંબર તૃતીય 
સેોરાષ્ટ્ર (રાજકોટ) ઝોનમાં પરીક્ષાર્થીની સંખ્યા ૪પ૪ર, પાસ થનારની સંખ્યા ૩પ૦ર, નાપાસ થનારની સંખ્યા ૧૦૪૦, ટકાવારી ૭૭.૧૦ અને ઝોનમાં નંબર ચોથો
ગાંધીનગર ઝોનમાં પરીક્ષાર્થીની સંખ્યા ૬૩૧ર, પાસ થનારની સંખ્યા ૪૬૭ર, નાપાસ થનારની સંખ્યા ૧૬૪૦, ટકાવારી ૭૪.૦ર અને ઝોનમાં નંબર પાંચમો
ભૂજ ઝોનમાં પરીક્ષાર્થીની સંખ્યા ૮૧૯, પાસ થનારની સંખ્યા ૬૦ર, નાપાસ થનારની સંખ્યા ર૧૭, ટકાવારી ૭૩.પ૦ અને ઝોનમાં નંબર છઠો

પરિણામોમાં વી.વી.પી.નો દબદબો બરકરાર રાખવા બદલ સંસ્થાના આ. મેનેજીંગ ટ્રસ્ટીશ્રી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રીઓ શ્રી કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઈ મણીઆર તથા પ્રિન્સીપાલશ્રી ડાૅ. જયેશભાઈ દેશકરે વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોને સૌને અભિનંદન પાઠવેલ છે.

Related News