પાણીકાપોત્સવ ; રાજકોટના નવા મેયર અને પદાધિકારીઓનું સ્વાગત 

TOP STORIES Publish Date : 10 March, 2021 08:48 PM

પાણીકાપોત્સવ ; રાજકોટના નવા મેયર અને પદાધિકારીઓનું સ્વાગત 

 
રાજકોટ 
 
રાજકોટમાં એક તરફ નર્મદા નીરનાં સ્વાગત સાથે ઉનાળામાં રોજેરોજ પાણી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો તો બીજી તરફ એક બાદ પાણી કાપ જાહેર કરી જાણે નવા મેયર સહિતના પદાધિકારીઓનું સ્વાગત પાણીકાપોત્સવ થી કરવાનું આયોજન કરવામાં આવ્યું હોઈ તેવી સ્થિતિ સર્જાઈ છે , રાજકોટ મહાપાલિકાએ છેલ્લા 15 દિવસમાં અડધો ડઝનથી વધુ વખત પાણીકાપ લાદી દીધો હતો તો આજે નવી યાદી મુજબ આગામી તારીખ 12,13,અને 14 ના રોજ શહેરના અલગ અલગ વોર્ડમાં પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે સત્તાવાર રીતે તો મહાપાલિકા દવારા વોટર વર્ક્સ વિભાગ દ્વારા ફિલ્ટર પ્લાન  ની સફાઈ માટે પાણીકાપ લડ્યો હોવાનું જાહેર કર્યું છે પરંતુ ખરું કારણ ઉનાળામાં પાણીની ડિમાન્ડમાં એકાએક આવેલો ઉછાળો છે અને તેને પહોંચી વાળવા માટે પાણીકાપ રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, 12 માર્ચના રોજ મેયરની વરણી થવાની છે ત્યારે શહેરના વોર્ડ નમ્બર 1,2,8,9 માં પાણીકાપ છે , તો 13 માર્ચના રોજ વોર્ડ નમ્બર 8,11,અને 13ના વિસ્તારોમાં પાણીકાપ છે , તો 14 માર્ચના રોજ ફરી પાછો વોર્ડ નમ્બર 1,2,8,9,અને 10 માં પાણીકાપ મુકવામાં આવ્યો છે 

Related News