મરચામાં લાલ પાવડર,હળદરમાં પીળું કેમિકલ, આ વર્ષે મસાલામાં ભેળસેળથી બચો : ફૂડ વિભાગની ઢીલી કાર્યવાહી સામે સવાલ

TOP STORIES Publish Date : 07 March, 2021 01:55 PM

મરચામાં લાલ પાવડર,હળદરમાં પીળું કેમિકલ, આ વર્ષે મસાલામાં ભેળસેળથી બચો : ફૂડ વિભાગની ઢીલી કાર્યવાહી સામે સવાલ

રાજકોટ

રાજકોટમાં મસાલા માર્કેટ ધમધમવા લાગી છે સાથે જ તૈયાર મસાલામાં ભેળસેળ કરનારા તત્વોની પણ સિઝન શરૂ થઈ ચૂકી છે... લાલ મરચામાં કેમિકલ યુક્ત પાવડર.. પીળી હળદરમાં પીળું કેમિકલ... ધાણામાં લાકડાની ભૂકી.... જીરુમાં સાવરણી નો ભૂકો.. તો ગરમ મસાલામાં પણ ભેળસેળ, આ હકીકત છે ભેળસેળની દુનિયાની જેમાં નઠારા તત્વો કોઈને કોઈ રસ્તો કાઢીને ભેળસેળ કરી લાખો રૂપિયાની કામણી કરી રહ્યા છે....
રાજકોટની મસાલા માર્કેટ 60 કરોડ થી વધુની છે.. જેમાં તૈયાર અને પેકિંગ સહિતના મસાલાનો સમાવેશ થાય છે.. યાર્ડમાં આખા મસાલા ઠલવાઇ રહ્યા છે તો શહેરમાં વિવિધ સ્થળે મસાલા માર્કેટ ઓન ધમધમી રહી છે....મસાલામાં ભેળસેળ માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે મરચામાં ખાસ ભૂકી વાપરવામાં આવે છે તેમાં પાંદડા માં લાલ કલર અને કેમિકલ મિક્સ કરીને તેને તીખું બનવવા પ્રયાસ કરવામાં આવે છે , તો ધાણામાં ભુંકી અને એસન્સ ઓ જીતુમાં પણ ખાસ પ્રકારની સળીઓ મિક્સ કરીને તેને એસન્સ સાથે જીરું ની સુગંધ આપવામાં આવે છે આમ મિક્સ કરેલા કેમિકલ અને રસાયણોના પગલે તેનો ઉપયોગ કરનારા લોકોને પેટની અને આંતરડાની બીમારી થઇ શકે છે કેટલાક કિસ્સામાં કિડની અને લીવરને પણ મોટું  નુકસાન થાય છે આવી ભેળસેળ યુક્ત વસ્તુઓથી સાવધાન રહેવાની જરૂર છે બને ત્યાં સુધી શુદ્ધ મસાલા માટે નજર સામે જ દળવામાં આવતા મસાલા લેવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં કે હલકી ગુણવતાના અને ભરોસાપાત્ર ન હોઈ તેવા પેકીંગ ધરાવતા મસાલા આવા મસાલા ક્યારેક જોખમ સર્જી શકે છે બ્રાન્ડ નો મોહ રાખવાને બદલે નજર સામે મસાલા ખરીદીને તેને ઘડીમાં દળાવી લેવા જ સુરક્ષિત ગણી શકાય છે જોકે બધા જ બ્રાન્ડેડ મસાલામાં ભેળસેળ નથી હોતી પરંતુ બધા જ અણીશુદ્ધ છે તેવું પણ માની ન શકાય 

Related News