સુપ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણે કોરોનાની વેક્સીનનો પહેલો ડોઝ લીધો

SAURASHTRA Publish Date : 31 March, 2021 04:14 PM

*જાણીતા ભજનિક હેમંત ચૌહાણના કંઠના માધુર્યમાં ઉમેરાયો રસી રૂપી સુરક્ષાનો રણકો*

 

*વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લોકોને ઘર-ઘરમાંથી રસીકરણ કરાવવા અપીલ કરી*

 

રાજકોટ, તા.૩૧ માર્ચ:- ગુજરાત અને ગુજરાત બહાર દેશ - દુનિયામાં જેમના ભજનોએ લોકોને ઔલોકીક આનંદની અનુભૂતિ કરાવે છે, તેવા ભજનીક હેમંત ચૌહાણે કોરોના મહામારી સામેની લડતમાં સહભાગી બની કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મૂકાવ્યો છે. 

રસીકરણના પ્રથમ ડોઝ બાદ બિલકુલ સ્વસ્થતા સાથે પ્રતિભાવ આપતાં હેમંતભાઈએ જણાવ્યું હતુ કે, મે આજે કોરોના સામે રક્ષણ આપતી રસી લેધી છે. મને તેની કોઈ જ આડ અસર થઈ નથી હું લોકોને અપીલ કરૂં છું કે, સરકાર અને રસી બંને પર ભરોસો રાખી વેક્સિનેશન કરાવે. 

તેમણે ઉમેર્યું હતુ કે, કોરોનાની મહામારીમાં બહું લાંબા સમય પછી આપણને રસી મળી છે, જેનું આપણને ગૌરવ અને આનંદ થવો જોઈએ. અને તેથી જ પ્રત્યેક વ્યક્તિએ રસીકરણ કરાવવું જોઈએ.

હેમંતભાઈ ચૌહાણના ભજનોનો બહોળો વર્ગ ગ્રામ્ય લોકોનો છે. તેથી જ તેમણે ગ્રામ્યજનોને ખાસ અપીલ કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં રસીને લઈને જે કઈ ગેર સમજ હોઈ કે કોઈ શંકા હોઈ તેને દૂર કરીને સૌ કોઇએ વહેલામાં વહેલી તકે રસીકરણ કરાવી કોરોના સામેના જંગમાં વિજયી બનવાનું છે. અને હા, વેક્સિનેશન બાદ પણ આ રોગ સમૂળગો જાઈ નહિ ત્યાં સુધી માસ્ક, સૅનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ અવશ્ય કરવાનું જ છે. 

રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટ ઝોન રસીકરણ કેન્દ્ર ખાતે રસી લીધા બાદ શ્રી હેમંતભાઈએ કોરોના વોરિયર્સ અને ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ દ્વારા કોરોના સામે કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી હતી. 

   

Related News