ઉનાળામાં ઠંડા ઠંડા કુલકુલ માટે ગુલાબનું શરબત સૌથી શ્રેષ્ઠ 

માધુરી વાનગી Publish Date : 07 March, 2021 01:22 PM

ઉનાળામાં ઠંડા ઠંડા કુલકુલ માટે ગુલાબનું શરબત સૌથી શ્રેષ્ઠ 

 
ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે અને ગરમીથી રાહત મેળવવા માટે અત્યારથી લોકો અવનવા ઉપાયો અજમાવી રહ્યા છે જોકે સૌથી મોટો ઉપાય છે શરીરને અંદરથી ઠંડુ રાખવાનો છે અને તેના માટે ગુજરાત પોસ્ટ લાવ્યું છે ખાસ ગુલાબ અને વરિયારીનું ઓરીજીનલ શરબત જે ઘરે બનાવીને જ સ્વાદ સાથે સ્વસ્થતા મેળવી શકાય છે 
 
ગુલાબનું શરબત બનવવાની રીત 
 
100 ગ્રામ દેશી ગુલાબની પાંદડી 
200 ગ્રામ ખડી સાકાર અથવા ખાંડ 
1 ગ્રામ ગુલાબનું એસન્સ (ઓર્થેન્ટિક લેવું )
1 લીટર પાણી 
જરૂર મુજબ કુદરતી કલર 
 
ગુલાબનું શરબત બનવવા માટે સૌથી પહેલા એક લીટર જેટલા પાણીને ગરમ કરવા માટે કડાઈમાં મૂકવું... પાણી ધીમે ધીમે ગરમ થવા દેવું... થોડું પાણી ગરમ થાય એટલે તરત જ તેમાં દેશી ગુલાબની પાંદડીઓને નાખવી ... કડાઈમાં પાંદડીઓ નાખ્યા બાદ ટીન ઉકાળવા મૂકવું.... એક લીટર પાણીને ધીમે ધીમે ઉકાળવાનું.. ગેસને ધીમી આંચે રાખવાનું છે જેથી બહુ ઉકળી ન જાય ... 10 મિનિટ સુધી ઉકાળો આવ્યા બાદ તેને હલાવી લેવાનું છે ... અને ત્યારબાદ આ મિશ્રણ ને ઠંડુ પાડવા દેવાનું છે .. આ મિશ્રણ ઠંડુ પડે એટલે મીક્ષરમાં પીસી લેવાનું છે .. પીસાયેલા મિશ્રણ ને અલગ વાસણમાં રાખવું ... હવે કડાઈમાં ખાંડ ને ચાસણી માટે ગેસ ઉપર ગરમ કરવી .2 તારની ચાસણી થાય ત્યાં સુધી ગરમ કરવાનું છે 2 તારની ચાસણી થયા બાદ તેમાં ગુલાબ નું એસન્સ નાખીને મિક્સ કરવાનું છે .. મિક્સ થયા ની સાથે સાથે દેશી ગુલાબનું મિક્સરમાં મિક્સ કરેલું મિશ્રણ રાખવાનું છે આ બધું જ એક રસ કરીને ઠંડુ પાડવાનું છે ઠંડુ પડે એટલે એક કાચના શીશા માં ભરી લેવાનું છે અને જયારે ઈચ્છા થાય ત્યારે બરફ સાથે પાણી અને દૂધ મિક્ષ કરીને તેનો આ સ્વાદ માનવો  

Related News