રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં દાખલ કોરોનાના જરૂરિયાતમંદ ૧૦૦ દર્દીઓને વિનામૂલ્યે ફ્રુટ કિટનું વિતરણ કરવામાં આવ્યું

SAURASHTRA Publish Date : 28 April, 2021 07:55 PM

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં દાખલ કોરોનાના જરૂરિયાતમંદ ૧૦૦ દર્દીઓને વિનામૂલ્યે ફ્રુટ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

રોટરી મેડિકલ સ્ટોર ખાતેથી પણ કીટનું લાઈવ વિતરણ કરવામાં આવ્યું હતું. 

જે કિટમાં ૪ નંગ લીલા નારિયેળ, 
૧૦ નંગ મોસંબી, 
૧૦ નંગ લીંબુ 
૧ કિલો દાડમ નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. 

દર્દીને માંદગીમાં શક્તિ આપતી અને ભાવતી વસ્તુ ફ્રુટ હોય છે.
પરંતુ હાલમાં બજારમાં ફ્રુટ ખુબજ મોંઘુ થઈ ગયું છે.
જે લઈને ખાવુંએ આ નાના માણસ માટે દુસ્વપ્ન જેવુ છે. ત્યારે લોકોને ઉપયોગી થવાના હેતુથી રોટરી દ્વારા આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. 

જેનું ડોનેશન 
મહિપતભાઈ કણજરીયા, 
જનકભાઈ રાવલ,
હરીશભાઈ જાની,
મહિપાલસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, 
સ્વ: થોભણભાઈ ગંગારામભાઈ પટેલ (મોરબી),
સ્વ: વનીતાબેન કિરણકુમાર સોલંકી ( જામનગર) 
કાંતિભાઈ પટેલ, 
નિકુંજ મોરડીયા, 
કિશન પીઠવા 
તરફથી આપવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટને અજજુભાઈએ સફળ બનાવ્યો હતો.

 
પ્રેસ રિપોર્ટર અમિતજી વિધાંણી હળવદ

Related News