હળવદ ખાતે દાતાઓના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન થયું :કોરોના કાળમાં ઉપયોગમાં લેવાશે એકત્ર થયેલું રક્ત 

SAURASHTRA Publish Date : 03 May, 2021 10:38 AM

કોરોના મહામારી વચ્ચે બ્લડ બેંક માં બ્લડ ની અછત ને પહોંચી વળવા હળવદ ના શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે સ્વૈચ્છીક રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

પ્રેસ રિપોર્ટર અમિતજી વિધાંણી હળવદ 
 કોરોના વૈશ્વિક મહામારી માં દુનિયા આખી માં હાહાકાર મચી ગયો છે ત્યારે મેડિકલ ક્ષેત્ર માં વિવિધ વસ્તુઓ ની અછત સર્જાઈ છે જેમાં દરેક બ્લડ બેંક માં લોહી ની પણ ભારે અછત ઉદભવી છે ત્યારે તેને પહોંચી વળવા માટે હળવદ ની વિવિધ સંસ્થાઓ આગળ આવી હતી અને આજરોજ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે સ્વૈચ્છીક રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ શહેર યુવા ભાજપ - બજરંગદળ હળવદ પ્રખંડ અને ABVP હળવદ ના સંયુક્ત ઉપક્રમે અને પાટિયા ગ્રુપ ના અસરથીક સહયોગ થી આયોજિત સ્વૈચ્છીક રકતદાન કેમ્પ માં હળવદ ના રક્તદાતાઓ એ આ કોરોના મહામારી વચ્ચે પણ હિંમત દર્શાવી સ્વૈચ્છીક રીતે રકતદાન કર્યું હતું ત્યારે હળવદ ના આ વિકટ પરિસ્થિતિ માં કોરોના યોદ્ધાઓ કહી શકાય તેવા દિલાવર રક્તદાતાઓ નો આયોજકો એ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને આ કોરોના મહામારી વચ્ચે થેલેસીમિયા ના બાળકો અને ગર્ભવતી મહિલાઓ સહિત લોહી ની જરૂરિયાત છે તેવા દર્દીઓ ની વ્હારે હળવદ ના દિલાવર રક્તદાતાઓ સ્વૈચ્છીક રીતે રકતદાન કરવા માટે આ કેમ્પ માં જોડાયા હતા અને આ બ્લડ બેંક માં એકત્રિત થયેલ બ્લડ ની બોટલ સી.યુ.શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર ખાતે લોહી ની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉપયોગ માં લેવામાં આવશે ત્યારે આ કાર્યક્રમ નો પ્રારંભ દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ માં સરકારી ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું આ  કાર્યક્રમ માં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત પૂજ્ય દીપકદાસજી મહારાજ ,  જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી , ગુજરાત ક્ષેત્ર બજરંગદળ ના સંયોજક ભાવેશભાઈ ઠકકર , સુરેન્દ્રનગર ના સર્વોદય કાર્યકર્તા ગોવિંદભાઇ ભરવાડ , ભાજપ અગ્રણી બીપીનભાઈ દવે , કેતનભાઈ દવે , નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ , વસુદેવભાઇ પટેલ , ધર્મેન્દ્રસિંહ ઝાલા , રમેશ ભગત , સંદીપ પટેલ , રજનીભાઇ સંઘાણી બજરંગદળ જિલ્લા સંયોજક પરેશભાઈ રાવલ , રવજીભાઈ દલવાડી , અશ્વિનભાઈ કણઝરિયા સહિત રાજકીય સામાજિક અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમ ને સફળ બનાવવા તપન દવે ,  રણછોડભાઈ દલવાડી , મધુરમ ડેલાવાળા , રશ્મિનભાઈ દેથરીયા , રાકેશબાઈ પટેલ , અશોક પ્રજાપતિ , કિરણ પંડ્યા , દીપ પારસિયા , ઉમેશ પ્રજાપતિ , શિવાંગ મેંઢા , પ્રશાંત પ્રજાપતિ ,  યુવા ભાજપ -બજરંગદળ અને ABVP ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી

Related News