સાવધાન : કોઈ મહિલાનો ફોન આવે અને કહે કે ફ્રેન્ડશીપ કરવી છે તો હનીટ્રેપ નો શિકાર થઇ શકો છો તમે !

TOP STORIES Publish Date : 14 March, 2021 01:51 PM

સાવધાન : કોઈ મહિલાનો ફોન આવે અને કહે કે ફ્રેન્ડશીપ કરવી છે તો હનીટ્રેપ નો શિકાર થઇ શકો છો તમે !

 
સાવધાન થઇ જજો ... જો તમને કોઈ મહિલાનો ફોન અને અને કહે કે મારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે તો એક સેકન્ડ નો પણ વિચાર કર્યા વગર ફોન કાપી નાખજો .. કારણ કે આ ફોન ક્યાંક તમને હનીટ્રેપમાં ફસાવી ન દે.. જીહા રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં હનીટ્રેપનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે જેના શિકાર યુવતીઓના સુંવાળા સંગાથ માણવા માટે સદાય તત્પર રહેતા લોકો થતા રહે છે..  આવા પુરુષો કે જે મીઠા મધુર આવાજ અને માધુરી વાતોથી અંજાઈ જઈને યુવતીની ગેંગના શિકાર બની શકે છે .. આવું છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ મોરબી અને આસપાસના યુવાઓને ફસાવવા માટે બની ચૂક્યું છે ઘણા કિસ્સામાં ફસાયેલા અને પૈસા ગુમાવનારા પોલીસ ફરિયાદ કરતા નથી પરંતુ કેટલાક કિસ્સામાં થયેલી ફરિયાદ અને ત્યાર બાદની કાર્યવાહીથી હનીટ્રેપ ગેંગ ખુબ જ સક્રિય હોવાનું સામે આવ્યું છે .. તાજેતરમાં જ માધાપર ચોકડીએ એક યુવાનને મહિલાનો સુંવાળો સંગાથ મેળવવાની લાલચ ભારે થઇ ગઈ અને તેને પૈસા ગુમાવા અને ઢોર માર સહન કરવાનો વારો આવ્યો હતો .. હનીતરેપના આરોપીઓની ચુંગાલ માંથી છટકેલાં ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરતા ફરિયાદીને આવેલા ફોન અને પોલીસની સમય સૂચકતાને પગલે આરોપીઓને પકડવામાં આવ્યા છે બંને આરોપીઓ રાજકોટના રહેવાસી છે પરંતુ આ તો એક જ કિસ્સો છે જેમાં ફરિયાદ થઇ અને આરોપીઓ સકંજામાં આવ્યા જોકે આવી તો અનેક ઘટનાઓ બની હોઈ શકે છે જેમાં આરોપીઓ સકંજામાં આવ્યા નહિ હોઈ અને ફરિયાદી લૂંટાઈ ગયો હોઈ શકે છે કારણ કે બદનામીના ડર થી કોઈ ફરિયાદ કરતુ નથી..... 
 
શું છે મોડેસ ઓપરેન્ડી 
 
હનીટ્રેપમાં ફસાવવા માટે એવા લોકોને શિકાર બનાવવામાં આવે છે જેઓ સ્પા અને શોખીન લાઈફ સ્ટાઇલના પ્યાસી હોઈ છે ... આવા યુવાઓને ટેલિફોનિક સંપર્ક કરવામાં આવે છે અને તેને ઓફર કરવામાં આવે છે કે ગુજરાત બહારની કે ગુજરાતની જ કોલેજીયન કન્યા સાથે દોસ્તી કરાવી આપવામાં આવશે .. કેટલાક કિસ્સામાં યુવતીઓ પણ આ ગેંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેઓ શિકારને શોધવા માટે સ્પા કે અન્ય કુટેવ ધરાવતા યુવાઓને ફોન કરીને દોડતી કરવાની અને મીઠી મુલાકાત ની ઓફર કરે છે અને આ પફરનો સ્વીકાર કરનાર સીધો જ ષડયંત્રમાં ફસાઈ જાય છે.. અને પછી પ્રતિસ્થા.. પૈસા અને ઘણું બધું ગુમાવવાનો વારો આવે છે.. હનીટ્રેપની આ ગેંગમાં એક થી વધુ યુવતીઓ અને ફસાયેલા યુવાને ઠમઠોરવા ણ એપાઈસ ખંખેરવા માટે આરોપીઓની મોટી સંખ્યા હોઈ છે 
 
શું કરવું આ ગેંગથી બચવા માટે 
 
ડેટિંગ સાઈટ કે સ્પા ની મુલાકાત લેતા હોઈ કે અન્ય કુટેવ ધરવા હોઈ તો ત્યાં ફોન નંબર આપવાનું ટાળવું જોઈએ .. જો અજાણ્યો કોલ આવે કે મિસ કોલ દ્વારા કોઈ યુવતી મીઠી વાતો કરીને પોતાની મોહપાશમાં ઝાકળવાની કોશિશ કરે તો તેનાથી બચવું જોઈએ અને સીધો જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ .. સાવધાન રહેવાથી જ બચી શકાય છે  
 
 

Related News