તાલાલા ગીર ખાતે કેસર કેરીનું આગમન ; હરરાજીમાં 800 રૂપિયા સુધી 10 કિલોનો ભાવ બોલ્યો 

BREAKING NEWS Publish Date : 05 May, 2021 01:09 PM

તાલાલા ગીર ખાતે કેસર કેરીનું આગમન ; હરરાજીમાં 800 રૂપિયા સુધી 10 કિલોનો ભાવ બોલ્યો 

 

તાલાલા 

કેસર કેરીની રાહ જોઈ રહેલા સ્વાદના શોખીનો માટે સારા સમાચાર છે , તાલાલા ગીર ખાતે કેસર કેરીનું આગમન થયું છે અને યાર્ડમાં થયેલી હરરાજીમાં 10 કિલોના 800 રૂપિયા સુધીનો ભાવ બોલ્યો હતો, યાર્ડમાં કેરીના લગભગ 7000 જેટલા બોક્સ આવ્યા હતા જેની હરરાજી કરવામાં આવી છે , આ કેરીઓની ખરીદી મોટાભાગે સૌરાષ્ટ્રના અને ખાસ તો રાજકોટ અને જૂનાગઢના વેપારીઓએ કરી હોવાનું સામે આવ્યું છે જોકે તાલાલા થી કેસર કેરીને સૌરાષ્ટ્રભરમાં મોકલવામાં આવે છે કેટલોક જથ્થો અમદાવાદ સહીત રાજ્યભરમાં પણ પહોંચે છે આગામી દોઢ મહિના સુધી કેસર કેરનો સ્વાદ લોકોને માણવા મળશે 

Related News