કોણ બનશે રાજકોટનો મેયર ? 6 નામોને લઈને સોશિયલ મીડિયામાં જબરું લોબિંગ

TOP STORIES Publish Date : 06 March, 2021 07:55 AM

રાજકોટ મહાપાલિકાના મેયરપદે કોણ ? સોશિયલ મીડિયામાં લોબિંગ શરૂ થયું, મેયર બનાવવા કરતા કાપી નાખવા ઉછાડવામાં આવી રહ્યા છે નામો

રાજકોટ
રાજકોટ મહાપાલિકામાં આગામી 12 માર્ચના મેયર સહિતના પદાધિકારીઓના નામ ને લઈને વરની થવાની છે.. ભાજપના 68 નગરસેવક પૈકી બક્ષીપંચના નગરસેવકની મેયરપદને લઈને વરની કરવામાં આવશે ત્યારે સોશિયલ મીડિયામાં મેયરપદને લઈને જોરશોરથી લોબિંગ શરૂ થયું છે... આ લોબિંગ કોઈને મેયર બનવા કરતા કોણ મેયર ન બને એ માટે કરવામાં આવી રહ્યાની ચર્ચાઓ શરૂ થઈ છે..
પાલિકામાં ભાજપના ચૂંટાયેલા નગરસેવકો પૈકી બક્ષીપંચ મોરચા માંથી આવતા નિલેશભાઈ જલુ, હિરેન ખીમણિયા, બાબુભાઇ ઉધરેજા,ડો મોરજરીયા, જીતુભાઇ કાટોડીયા, નરેન્દ્ર ડવ અને પ્રદીપ ડવના નામો ચર્ચામાં છે..
આ બધા નામો ઓબીસી સમાજના નગરસેવકોના છે.મ જોકે કેટલાક લોકો યોગ્ય ઉમેદવાર માટે લોબિંગ કરે છે તો કેટલાક લોકોએ યોગ્ય ઉમેદવાર નું નામ કપાઈ જાય એ માટે લોબિંગ શરૂ કર્યુ છે ..અને આ બધી વાત આઇટી સેલ મારફત પ્રદેશ મોવડી મન્ડલ સુધી પહોંચી ચુકી છે..  હાલમાં નર્મદા નિરને આવકારવા માટે આજી ડેમ ખાતે પણ પધારેલા નગરસેવકો પૈકી સંભવિત મેયર પણ ત્યાં હાજર હતા.. આમ લોબિંગ કરનારા અને કરાવનાર વચ્ચે રાજકોટના નવા મેયરની પસંદગી વિજયભાઈ રૂપાણી અને સીઆર પાટીલ કરવાના છે ત્યારે કોણ બનશે એ ઉપરાંત રાજકોટમાં રૂપાણી અને રૂપાપરા જૂથમાંથી કોણ મેયર થવાના છે એ પણ જોવાનું રહ્યું છે... કારણ કે બીનાબેન આચાર્યા સીએમ રૂપાણી સાહેબના ધર્મપત્નીને નજીકના છે અને તેઓ મેયર તરીકે રહી ચૂક્યા હોઈ હવે રૂપાપરા ના નજીકના ગણાતા કોઈ નગરસેવકનો મેયર બનવા માટે ચાન્સ લાગી શકે છે.. અને તેમાં નામ નિલેશ જલું નું પણ ચર્ચામાં છે જોકે છેલ્લે ધાર્યું તો ઘણી એટલે મોવડી મન્ડલ નું જ થશે... જેમ છેલ્લી ઘડીએ રાજકોટમાં મેયર તરીકે જનકભાઈ કોટક ચૂંટાયા હતા ને કશ્યપભાઈ શુક્લ અને નીતિનભાઈ ભારદ્વાજ ના બદલે ડો ઉપાધ્યાય મેયર બની ગયેલા તેમ અહીં પણ છેલ્લી ઘડીએ કોઈ બિલાડો આડો ન ઉતરે તો મેયર તરીકે અપેક્ષિત વ્યક્તિ બની શકે છે મેયર....

Related News