માર્કેટિંગ યાર્ડ માં ચણા, ધાણા, ઘઉં, સુકા મરચા સહિતની જણસી ની આવક : જુની જણસી ની થયેલ આવક ની હરાજી ન થાય ત્યાં સુધી નવી આવક પર રોક

SAURASHTRA Publish Date : 06 March, 2021 03:29 PM

રાજકોટ બેડીયાર્ડમાં શિયાળુ પાકની સતત આવક ;નવી આવક માટે રોક :યાર્ડ ચેરમેન 
 
 

રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ માં શિયાળુ પાકની સતત આવક થવા પામી રહી છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ જુદી જુદી જણસી થી ઉભરાયું છે. હાલ બેડી માર્કેટિંગ યાર્ડ માં ચણા, ધાણા, ઘઉં, સુકા મરચા સહિતની જણસી ની આવક થવા પામી છે. જેના કારણે જ્યાં સુધી જુની જણસી ની થયેલ આવક ની હરાજી ન થાય ત્યાં સુધી નવી આવક પર રોક લગાવવામાં આવી છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી. કે સખિયા એ જણાવ્યું હતું કે, હાલ નવી આવક પર રોક લગાવવામાં આવી છે. ત્યારે માર્કેટયાર્ડમાં જ્યારે પણ નવી આવક શરૂ કરવાની હશે ત્યારે ખેડૂતોને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે. ત્યારે આગામી મંગળવાર થી નવી આવક શરૂ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. 

Related News