રાજકોટમાં આનંદ અને ઉમંગ વચ્ચે ધુળેટીની ઉજવણી : નિયમો હેઠળ રંગેરંગાયું રંગીલું રાજકોટ 

TOP STORIES Publish Date : 29 March, 2021 06:56 PM

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં આનંદ અને ઉમંગ વચ્ચે ધુળેટીની ઉજવણી : નિયમો હેઠળ રંગેરંગાયું રંગીલું રાજકોટ 

 

રાજકોટ 

કોરોના કાળમાં સરકારે લાદેલા નિયંત્રણો અને નિયમો હેઠળ આજે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધુળેટીની રંગારંગ ઉજવણી કરવામાં આવી છે , શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને સોસોયટીઓમાં લોકોએ ઘરે જ રંગોના પર્વને ઉજવ્યું હતું તો શહેરના પોષ ગણાતા કાલાવડ રોડ ઉપર ટેરેસમાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ ડીજેના તાલ અને અવનવા હિન્દી અને ગુજરાતી ફિલ્મી ગીતો સાથે ધુળેટીની રંગારંગ ઉજવણી કરી હતી યુવાઓ માટે સૌથી પ્રિય તહેવાર ગણવામાં આવે છે ધુળેટીને અને એટલે જ બાલં પિચકારી કે મિર્ચી મિર્ચી ગીત ઉપર યુવાનો ડોલી ઉઠ્યાં હતા તો હર્બલ કલરથી નાના ભુલકાંથી લઈને યુવતીઓ અને યુવાનોએ રંગે રમીને રંગોના પર્વને ઉજવ્યું હતું 

રાજકોટમાં ગરબા વગર એક પણ તહેવાર ઉજવાતા નથી જેમાં દિવાળી અને મકરસક્રાંતિ પણ આવે છે અને ધુળેટી કેમ બાકી રહે તેમ શહેર ના અલગ અલગ વિસ્તારમાં એપાર્ટમેન્ટ ની અંદર ધુળેટીના રંગે રમીને યુવતીઓએ ગરબા લીધા હતા નાનકડી બાળકી થી લઈને 70 વર્ષના બા પણ ગરબે ઘૂમ્યા હતા , . છેલ્લા એક વર્ષમાં કોરોના એ લોકોને જેટલી ક્ષતિ પહોંચાડી છે તેની સામે આજના તહેવારની ઘર પરિવાર સાથે ઉત્સાહ સાથે અને ઉમંગ સાથે ની ઉજવણી આલ્હાદ્ક બની હતી લાંબા સમય બાદ લોકોએ મેન્ટલ સ્ટ્રેશ વગર ઉજવણી કરી હતી તો નાના ભુલકાએ તો જાણે મન ભાવતું હતું અને મળી ગયું તેવો ભાવ સર્જાયો હોઈ તેમ મનભરીને રંગ થી અને પાણીથી રમીને ઉજવણીમાં જોડાયા હતા 

Related News