રાજકોટમાં મારવાડી યુનિવર્ષિટીમાં કોરોના વિસ્ફોટ :ડિપ્લોમા એન્જીનીયરીંગ હેડને કોરોના, 2 વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ થતા ખળભળાટ 

TOP STORIES Publish Date : 09 March, 2021 09:07 PM

રાજકોટમાં મારવાડી યુનિવર્ષિટીમાં કોરોના વિસ્ફોટ :ડિપ્લોમા એન્જીનીયરીંગ હેડને કોરોના, 2 વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ થતા ખળભળાટ 

 

રાજકોટ

રાજકોટમાં મોરબી રોડ સ્થિત નામાંકિત મારવાડી યુનિવર્ષિટી ખાતે કોરોના વિસ્ફોટ સર્જાયો છે , મારવાડી યુનિવર્સીટી ખાતે અભ્યાસ કરાવતા ડિપ્લોમા એન્જીનીયરીંગ વિભાગના હેડ ને કોરોના થયો છે સાથે સાથે 2 વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટિવ થતા યુનિવર્સીટી ખાતે અભ્યાસ કરતા અલગ અલગ ફેકલ્ટીના છાત્રોમાં અને ફેકલ્ટીમાં ફફડાટ ફેલાયો છે , છેલ્લા એક સપ્તાહમાં 5 થી 6 વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓ કોરોના સંક્રમિત બન્યા છે , કોરોના ને લઈને હાલ જરૂરી પગલાંઓ આરોગ્ય વિભાગે ભરવાના શરૂ કર્યા છે, જોકે કોરોના પોઝિટિવ બનેલા વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા એન્જીનીયરીંગ વિભાગના હેડની તબિયત સ્વસ્થ હોવાનું સૂત્રોનું કહેવું છે.. પરંતુ કોરોના પોઝિટિવ અંગેની વિગતો સામે આવતા જ વિદ્યાર્થી જગતમાં ભારે ફફડાટ સાથે ભય ફેલાયો છે  

 

Related News