ઉનાળામાં સ્વાદ માણો હાફુસ કેરીનો ;સ્વાદિષ્ટ સ્મુધી સાથે અવનવી રેસિપી 

માધુરી વાનગી Publish Date : 07 March, 2021 01:38 PM

ઉનાળામાં સ્વાદ માણો હાફુસ કેરીનો ;સ્વાદિષ્ટ સ્મુધી સાથે અવનવી રેસિપી 

 
ઉનાળામાં ફળોનો રાજા કેરી દરેક ઘરમાં રાજ કરવા માટે પહોંચી જાય છે .. તેમાં પણ સૌકોઝને પ્રિય હાફુસ કેરની વાત જ શું પુછવી,... ગુજરાતીઓ માટે  કેરીની વિવિધ વેરાયટીઓ અને અવનવી જાત ઉપલબ્ધ હોઈ છે તેમાં પણ હાફુસ અને કેસર કેરીની વાત જ પૂછવાની ન હોઈ .. આ વર્ષે હાફુસ કેરી અને કેસર કેરીનું ધૂમ ઉત્પાદન થઇ રહ્યું છે ત્યારે કેરીની અવનવી વેરાયટીઓ અને વાનગીઓ ની રેસિપીની સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં આજે અમે રજુ કરીયે છીએ હાફુસ કેરીની સ્મુધી  
 
રેસિપી માટે 1 કિલો હાફુસ કેરી પાકેલી 
1 લીટર ફૂલ ફેટ વાળું દૂધ 
1 વાટકી મલાઈ 
સ્વાદ મુજબ ફુદીના ની પાંદડી 
તુલસી પત્તા 
બરફ 
 
સૌથી પહેલા પાકેલી હાફુસ કેરીને સુધારી લેવાની છે તેના ટુકડા કરીને તેને મિક્સ્ચરમાં મિક્ષ કરવાની છે .. તો 1 લીટર દૂધ ને ઉકાળી ને ઘાટું કરવાનું છે દૂધ ઉકળીને ઘટ્ટ થઇ જાય એટલે તેને ઉતારીને ઠંડુ પાડવા દેવાનું છે દૂધ ઠંડુ પડી જાય એટલે તેમાં હાફુસ કેરીના ટુકડા નાખી મિક્ષ કરવાના છે ... હાફુસ કેરીના ટુકડાને દૂધ ની અંદર મિક્ષ કર્યા બાદ તેને મીક્ષરમાં મિક્ષ કરી લેવાના છે .. આ મિશ્રણ ને કાઢીને તેને અલગ અલગ ગ્લાસમાં ભરવાનું છે આ સ્મુધી ભરાયા બાદ તેમાં ઉપર દૂધની મલાઈ ડેકોરેટ કરીને નાખવાની છે સાથે તુલસીના પણ અને ડેકોરેશન માટે ફુદીના નું એક એક પાન ગ્લાસમાં મુકવાનું છે તો આ થઇ ગઈ તમારી સ્મુધી તૈયાર આનો સ્વાદ માણો અને મહેમાનોને પણ તેને પીરસી શકો છો 

Related News