મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે ઘટસ્ફોટ કર્યો ;ગૃહ મંત્રી અનિલ દેશમુખે અનિલ વાજે પાસે દર મહિને 100 કરોડ માંગ્યા !

TOP STORIES Publish Date : 20 March, 2021 07:52 PM

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે ઘટસ્ફોટ કર્યો ;ગૃહ મંત્રી અનિલ દેશમુખે અનિલ વાજે પાસે દર મહિને 100 કરોડ માંગ્યા !

 

મુંબઈ 

મહારાષ્ટ્રના રાજકારણમાં નવા નવા વણાંકો અને ભૂકંપો સર્જાતા જ રહે છે એન્ટિલિયા કેસ મામલે શિવસેનાના નજીકના પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ વાંજેની એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ મુંબઈના શિવસેનાના ચાહિતા પોલીસ કમિશનર પરમવીરસિંહ ને હટાવી દેવામાં આવ્યા છે , પરમવીરસિંહે આજે નવો ભૂકંપ સર્જી દીધો છે.પરમવીરના એક લેટર બોમ્બે મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ મચાવી દીધો છે , લેટરમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર 100 કરોડ રૂપિયાની લાંચ દર મહિને આપવાની માંગણી અનિલ વાજે પાસે કરવામાં આવી હોવાનું આ લેટર બોમબા ઉલ્લેખ કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી તેમજ કોંગ્રેસની મીલીજૂલી સરકાર ચાલી રહી છે અને આ મહા આઘાડી ગઠબંધન સરકાર ના પાયા હચમચી જાય એવી સ્થિતિ સર્જાઈ છે  મુંબઈ પોલીસના પૂર્વ કમિશનરના આરોપને લઈને મહારાષ્ટ્ર સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે અને મહારાષ્ટ્રમાં જો ગૃહ મંત્રી દર મહિને 100 કરોડ માંગતો હોઈ તો અન્ય લોકો અને મોટા નેતાઓ ક્યાં ક્યાં થી કેટલા રૂપિયા કાટકટાવતા હશે એ સવાલ આજે ઉઠી રહ્યા છે 

Related News