સોનુ સુદ, ઇન્ડિયન હેલ્પમેન : રોજ 50 હજારથી વધુ કોલ આવે છે મદદ માટે : ટિમ સતત મદદ માટે કરે છે કામ 

NATIONAL NEWS Publish Date : 08 May, 2021 10:09 AM

સોનુ સુદ, ઇન્ડિયન હેલ્પમેન : રોજ 50 હજારથી વધુ કોલ આવે છે મદદ માટે : ટિમ સતત મદદ માટે કરે છે કામ 

 
ન્યૂઝ ડેસ્ક 
 
કોરોનાએ ભારતીય તંત્ર વ્યવસ્થાને જબરજસ્ત હલબલાવી નાખી છે, પહેલી લહારમાં લોકડાઉંનને પગલે લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, તો બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડથી લઈને ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટર માટે લોકોને તરસતા જોવામાં આવ્યા હતા આવી પરિસ્થિતિમાં સરકારનું તંત્ર વેરવિખેર થયું હતું ત્યારે દેશમાં એક રિયલ હીરો એ લોકડાઉંનની જેમ જ લોકોની મદદ કરી છે અને હજુ પણ કરતો રહે છે .. આ રિલાય હીરો છે સોનુ સુદ, જેને દેશના દરેક ખૂણેથી મદદ માટે ફોન આવે છે અને રોજ 50 હજાર થી વધુ મોબાઈલ કોલ સોનુ સુદ અને તેની ટિમ એટેન કરે છે અને જ્યા પહોંચી શકાય ત્યાં મદદ માટે હાથ લંબાવે છે એટલું જ નહિ આવનારા દરેક મોબાઈલ કોલને રિસીવ કરવામાં આવે છે અને તેને જરૂરી મદદ પણ કરવામાં આવે છે.. સોનુ સુદ પાસે લોકો સરકાર કરતા પણ વધુ વિશ્વાસ સાથે મદદ માટે કોલ કરે છે ઉત્તરપ્રદેશ હોઈ કે દુલહી મુંબઈ હોઈ કે મહારાષ્ટ્રના કોઈ અન્ય શહેર સોનુ સુદ ને સતત ફોન કરીને લોકો મદદ ની આશા માટે વિનંતી કરે છે દિવસે જ નહિ પરંતુ રાત્રીના 2 કે 3 વાગ્યે પણ સોનુ સુદ અને તેની ટીમના સદસ્યો સતત વાગતી મોબાઈલ ની રિંગટોન થી કંટાળતા નથી, સોનુ જણાવે છે કે કોઈ આશા લઈને ફોન કરે છે અને તેની મદદ કરવા માટે ઈશ્વર અંદર થી પ્રેરણા આપે છે એટલું જ નહિ સોનુ જણાવે છે કે આ મદદ કરીને તે કે તેની ટિમ લોકો ઉપર કોઈ ઉપકાર કરતી નથી પરંતુ તેને આ મોકો મળ્યો છે જે એક ફરજ તરીકે પૂરો કરવામાં આવે છે કેટલીક વખત મદદ માટે પુરા પ્રયત્ન છતાં પણ મદદ શક્ય નથી બનતી ત્યારે ખુબ જ દુઃખ થાય છે સોનુ વધુ માં ઉમેરે છે કે આ મદદ તેઓ એકલા નથી કરતા તંત્રની અને સ્થાનિક પ્રસાસન ની હેલ્પ લેવી પડે છે તંત્ર વાહકોને સમજાવવા પડે છે અને તેઓનો સહયોગ લઈને લોકો સુધી મદદ પહોંચાડવામાં આવે છે, ગત લોકડાઉનમાં પ્રવાસી મજૂરો અને શ્રમિકોને મુંબઈ થી લઈને મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળેથી બસ થી કે અન્ય વાહન વ્યવસ્થા દ્વારા તેના વતન પહોંચાડવામાં આવ્યા હતા , તો આ વખતે હોસ્પિટલમાં બેડ થી લઈને ઓક્સિજન સિલિન્ડર માટે અને વેન્ટિલેટરથી લઈને રેમન્ડેસેવી ઇન્જેક્શન માટે લોકોએ લાખોની સંખ્યામાં ફોન કરીને સોનુ પાસે મદદ માંગી છે અને આ મદદ માટે સોનુ અને તેની ટીમે દિવસ રાત જોયા વગર પોતાનાથી બનતા પ્રયત્નો કરીને મદદ પહોંચાડી છે .. સોનુ વધુમાં જણાવે છે કે અમારી ટિમ હાલ 10 સદસ્યો ની છે અને તેમાં એ લોકોનો ઉમેરો થઇ રહ્યો છે જેઓએ મદદ મેળવી છે અને મદદ માટે ફોન કર્યા છે આ લોકોની એક આખી ચેન બને છે અને લોકોની મદદ થઇ રહી છે .. સોનુ સુદ ને સો સો સલામ 
 

Related News