દેશમાં રોજ એક લાખ સુધી પહોંચ્યા કોરોના કેસ ;પીએમ મોદીએ બોલાવી હાઇલેવલ મિટિંગ ; થઇ શકે છે આકરા પગલાનું એલાન 

TOP STORIES Publish Date : 04 April, 2021 11:36 AM

દેશમાં રોજ એક લાખ સુધી પહોંચ્યા કોરોના કેસ ;પીએમ મોદીએ બોલાવી હાઇલેવલ મિટિંગ ; થઇ શકે છે આકરા પગલાનું એલાન 

 
નવી દિલ્હી 
 
દેશમાં કોરોના ની કાતિલ લહેર ચાલી રહી છે અને તેને પગલે જ રોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા એક લાખની નાજી પહોંચી રહી છે , જેને લઈને કેન્દ્ર સરકાર પણ ચિંતામાં છે અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈલેવલની મિટિંગ બોલાવી છે જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને ઉચ્ચ પદાધિકારીઓ સાથે અધિકારીઓ જોડાશે અને કોરોના ને લઈને આકરા નિયંત્રણો પણ લેવામાં આવી શકે છે, છેલ્લા એક સપ્તાહમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 45000 પ્રતિદિવસ થી વધીને 92000 પ્રતિ દિવસ સુધી પહોંચી છે જે બતાવે છે કે આંકડા ડબલ થઇ રહ્યા છે,... નિષ્ણાંતો આ અંગે પહેલા જ ચેતવણી આપી ચુક્યા હતા કે દેશમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે અને સાવધાન રહેવાની ખુબ જ જરૂર છે જોકે જાન્યુઆરી બાદ લોકોની અને તંત્રની બેદરકારીએ કોરોના માટે જાણે મોકળું મેદાન આપી દીધું હોઈ તેમ દિવસે ને દિવસે સંખ્યામાં વધારો થઇ રહ્યો છે જેને પગલે ચિંતા વધી છે , હવે જોવાનું એ રહેશે કે કોરોના રોકવા માટે પીએમ મોદી હાઇલેવલ મિટિંગમાં શું નિર્ણય લ્યે છે  

Related News