વડોદરાના સોની પરિવારને બેકારી અને ભૂખમરો ભરખી ગયો : આર્થિક સંકટ આપઘાત તરફ વળ્યો પરિવાર 

BREAKING NEWS Publish Date : 03 March, 2021 10:25 PM

વડોદરાના સોની પરિવારને બેકારી અને ભૂખમરો ભરખી ગયો : આર્થિક સંકટ આપઘાત તરફ વળ્યો પરિવાર 

 

વડોદરા 

વડોદરાના સોની પરિવાર માટે આર્થિક સંકટ એટલું ઘેરું બન્યું કે ભોજન માટે છેલ્લી બચેલી સાયકલને 500 રૂપિયામાં વેંચવી પડી અને અંતે પરિવારના 6 સદસ્યોએ ઝેરી દવા પી આપઘાતની કીશીશ કરી આ કોશિશમાં 3 સદસ્યોના મોત નિપજ્યા અને 3 સદસ્યો જીવન અને મૃત્યુ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે .. મધ્યમવર્ગીય પરિવારો માટે આંખો ખોલી નાખતો આ કિસ્સો અને તેની અંદર રહેલી કરુણતા ભલભલા ને હચમચાવી નાખનારી છે. સોની પરિવાર માટે પરિસ્થિતિ એટલી ખરાબ થઇ કે જીવન જીવવા કરતા સામુહિક આપઘાતને પરિવારે પસંદ કરવું પડ્યું.. વિકાસની એટલી આંધળી દોડમાં આપણી આસપાસ ના લોકોની કપરી પરિસ્થિતિને અને તેવા પરિવારોના બાળકોની ભૂખને પણ આપણે જોઈ શકતા નથી જેને પગલે એક પરિવારનો માળો વીંખાઈ ગયો.. આપઘાત એ ક્યારેય અંતિમ પગલું નથી હોતું પરંતુ ગુજરાતમાં સમૃદ્ધ સમાજો માં જેની ગણતરી થાય છે તેવા સોની પરિવારોની આર્થિક સ્થિતિ આજે કેવી છે એ વડોદરાની આ હાસીમચાવી નાખનારી ઘટનાએ દર્શાવી છે . મહાજન ગણાતા સોનીઓ લોકડાઉન ને પગલે ધંધો ન હોવાથી અને સોનાના ભાવો ખુબ જ ઊંચા થવાથી આર્થિક સંકટમાં ફસાતા ગયા અને કેટલાક પરિવારો માટે સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે જેનું દુઃખદ ઉદાહરણ વડોદરાની આ ઘટનાએ આપ્યું છે 

 

વડોદરાના સ્વાતિ સોસાયટીમાં રહેતા અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના મૂળ વતની નરેન્દ્ર સોની વર્ષોથી સ્વાતિ સોસાયટીમાં સી-13 ભાડાના મકાનમાં રહેતું હતું. પરિવારમાં નરેન્દ્ર સોની તેમની પત્ની દિવ્યાબહેન, પુત્ર ભાવિન, પુત્રવધૂ ઉર્વશી અને પૌત્ર પાર્થ (ઉં.વ.4) સાથે રહેતા હતા. સ્વાતિ સોસાયટીમાં જ 8 નંબરનું માલિકીનું વેચાણ વેચ્યા બાદ તેજ સોસાયટીમાં સી-13માં ભાડાના મકાનમાં રહેતું હતું. આજે ઢળતી બપોરે પરિવારે કોલ્ડડ્રિંક્સ થમ્સ અપમાં ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમની દીકરી રીયા (ઉં.વ.16) અને પૌત્ર પાર્થ (ઉં.વ.4)નું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે પુત્ર ભાવિન સોની તેની પત્ની ઉર્વશીબહેન સોની અને માતા દિવ્યાબહેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

 

આ પરિસ્થિતિ સોની પરિવારની બની છે એવું નથી આવું દરેક એવા પરિવાર સાથે બની રહ્યું છે જેઓ આર્થિક પડકાર અને મુશ્કેલી વચ્ચે કોઈ રસ્તો નથી કાઢી શક્ય અને અંતે કોઈ એવું પગલું ભારે છે જેથી સમગ્ર પરિવારનો માળો વીંખાઈ જાય છે 

Related News