પશ્ચિમ બંગાળમાં ભાજપનું પાણી ઉતારી દેતા મમતા બેનર્જી ;292 બેઠક માંથી 196 બેઠક ઉપર તૃણમૂલના ઉમેદવારો આગળ, 200 બેઠકનો અમિતશાહ નો દાવો પૂરો ન થયો 

TOP STORIES Publish Date : 02 May, 2021 11:49 AM

પશ્ચિમ બંગાળમાં ભાજપનું પાણી ઉતારી દેતા મમતા બેનર્જી ;292 બેઠક માંથી 196 બેઠક ઉપર તૃણમૂલના ઉમેદવારો આગળ, 200 બેઠકનો અમિતશાહ નો દાવો પૂરો ન થયો 

 

કોલકાતા 

દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે લાખો લોકોની રેલીઓ યોજીને અને દેશ અને ગુજરાતને કોરોના સામે લાડવા એકલું મૂકી બંગાળ કબ્જે કરવા માટે મેદાને ઉતારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને સામે મમતાએ બરાબર ટક્કર આપીને ફરી એક વખત પશ્ચિમ બંગાળમાં સત્તા નજીક પહોંચ્યા છે , 292 બેઠક માંથી બપોર સુધીમાં આવી રહેલા પરિણામોમાં 196 બેઠક ઉપર મમતા બેનર્જીની પાર્ટીના ઉમેદવારો આગળ છે જયારે 200 બેઠક જીતવાનો વારંવાર દાવો કરનાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું અભિમાન ઓગાળી નાખતા હોઈ તેમ મમતાની વિજય કુછ આગળ વધી રહી છે,.. જીતના જાદુગર અને સત્તાના બાદશાહ ગણાતા મોટા નેતાઓનું પાણી એક મહિલાએ બંગાળમાં ઉતારી દીધું છે અને બંગાળની જનતાએ પણ બરાબરનો પદાર્થપાઠ શીખવતા હોઈ તેમ દેશને જે લોકો કોરોના સામે લાડવા એકલો મૂકી એક રાજ્ય અને ચૂંટણી જીતવા સત્તા ભૂખ્યા નેતાઓની જેમ લે પાર્ટી અને નેતાઓ વર્તે છે તેને સબક શીખવતા હોઈ તેમ પરાજિત કર્યા છે સામ, દામ દંડ અને ભળે દ્વારા બંગાળ ફતેહ કરવા તાકાત લગાવી પણ અપેક્ષિત પરિણામ સામે નથી આવી રહ્યું જે જનતાએ આપેલી મોટી શિખામણ છે કે સાંભળી જાવ નહિ તો ક્યાંક ગુજરાત પણ ખોવું પડશે હાલ તો પરિણામો આવી રહ્યા છે દિવસ પૂર્ણ થતા સુધીમાં ચિત્ર પણ સ્પષ્ટ થઇ જશે 

Related News