પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટી સફળતા ; મિથુન ચક્રવર્તી જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં 

TOP STORIES Publish Date : 07 March, 2021 01:20 PM

પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટી સફળતા ; મિથુન ચક્રવર્તી જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં 

 
કોલકાતા 
 
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને મોટી સફળતા મળી છે .. પશ્ચિમ બંગાળમાં ભાજપને એક મોટો ચહેરો મળ્યો છે મિથુન ચક્રવર્તીના રૂપમાં.. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે મેગા રેલીમાં મિથુન ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. બ્રિગેડ ગ્રાઉન્ડની આ મહારેલીમાં સૌથી વધુ જનસંખ્યા ઉપસ્થિત છે જેમાં મોદી ભાગ લઇ રહ્યા છે . મોદીના આગમન પહેલા જ મિથુન ચક્રવર્તીએ ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે અને પશ્ચિમ બંગાળમાં તેઓ ભાજપનો ચહેરો બની રહ્યા છે.. મોદી કોઈ પણ ભોગે પશ્ચિમ બંગાળને જીતવા માંગે છે અને છેલ્લા 10 વર્ષથી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના સામ્રાજ્ય ને ધ્વસ્ત કરવા માટે કામે લાગ્યા છે અને ચૂંટણીના મેદાનમાં ભાજપે મિથુનદા ને ઉતારીને ભાજપે મમતાને તેના જ ઘરમાં ઘેરીને ભાજપે ટ્રમ્પ કાર્ડ રમ્યું છે 

Related News