આવી રહ્યું છે વાવાઝોડું તૌકતે, માછીમારો માટે ચેતવણી,  બંદરો ઉપર સિગ્નલ 

TOP STORIES Publish Date : 14 May, 2021 04:58 PM

આવી રહ્યું છે વાવાઝોડું "તૌકતે" , માછીમારો માટે ચેતવણી,  બંદરો ઉપર સિગ્નલ 

 
પોરબંદર 
 
સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાવ માટે તૌકતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે, 60 કિમિ પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધતા સૌરાષ્ટ્રના બંદરો ઉપર ચિંતા વધી છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ હળવા દબાણનું પ્રેસર ધીમે ધીમે વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે, તો વાવઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્રના બંદરોમાં એક નમ્બરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે , એક નંબરનું સિગ્નલના વાવાઝોડાની સંભવિત આગાહીને વ્યક્ત કરવા માટે લગાડવામાં આવે છે એટલું જ નહિ વાવાઝોડાની સ્થિતિને પગલે માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે જેને પગલે અત્યાર સુધીમાં 135 જેટલા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે, જોકે હજુ કેટલીક બોટ દરિયામાં હોવાની શક્યતા છે જે ધીમે ધીમે પરત આવી શકે છે, તો કોસ્ટગાર્ડ અને ભારતીય નેવી સ્થિતિને લઈને એલર્ટ મોડ ઉપર છે, વાવાઝોડાની ઝડપ અને તેની ગતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે એટલું જ નહીં ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકે તો કેવા પગલાં ભરવા અને લોકોને સલામત રીતે ખસેડવા સહિતના પગલાં તંત્ર દ્વારા લેવા માટે અત્યારથી જ કવાયત આદરી છે 

Related News