ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું દુઃખદ નિધન :કોરોનાએ લીધો ભોગ 

TOP STORIES Publish Date : 16 May, 2021 09:46 AM

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું દુઃખદ નિધન :કોરોનાએ લીધો ભોગ 

 

 

ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાહુલ ગાંધીના નજીકના રાજીવ સાતવનુ દુઃખદ નિધન થયું છે , તેઓ મહારાષ્ટ્રમાં યુવા નેતા તરીકે કાર્યરત હતા અને ગુજરાતમાં કોંગ્રેસને આગળ વધારવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી અને રાહુલ ગાંધીના ખુબ જ નજીકના તેઓ નેતા રહ્યા છે , રાજીવ સાતવ ના નિધન ને લઈને ગુજરાત કોંગ્રેસને ન પુરી શકાય તેવી મોટી ખોટ પડી છે, રાજીવ સાતવના નિધન થી યુવા પેઢી માટે પણ મોટી ખોટ પડી છે , યુવાઓમાં કોંગ્રેસને લોકપ્રિય બનવવા માટે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવા માટે તેઓ જાણીતા રહયા છે , કોંગ્રેસ નેતા રણજીત સુરજેવાલા દ્વારા તેઓના નિધન ને લઈને ટ્વીટ કરીને આ દુઃખદ સમાચાર આપવામાં આવ્યા છે , ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીવ સાતવ ના દુઃખદ નિધન અંગે સંવેદના વ્યક્ત કરી છે 

Related News